શોધખોળ કરો

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત, આવતીકાલે નાણામંત્રી રજૂ કરશે બજેટ

વિધાનસભાનુ બજેટ સત્ર 38 દિવસનું છે અને તેમાં 10 દિવસ રજા હોવાથી કુલ 27 બેઠક મળશે.

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે.જેમાં નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ,ચાર નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે. વિધાનસભાનુ બજેટ સત્ર 38 દિવસનું છે અને તેમાં 10 દિવસ રજા હોવાથી કુલ 27 બેઠક મળશે. પ્રથમ દિવસની શરૂઆત રાજ્યપાલના ભાષણથી થશે. આ પછી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને તાજેતરમાં અવસાન પામનાર કડીના ધારાસભ્ય સ્વ.કરશન સોલંકી સહિતના ધારાસભ્યોને શોકાજંલિ અપાશે.

દિવસના અંતે ફિઝીયોથેરાપી કાઉન્સિલ રદનું અને આરોગ્ય સંસ્થાના રજીસ્ટ્રેશનનું સુધારા વિધેયક રજૂ કરાશે. તો આવતીકાલે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રજૂ બજેટ કરશે. જોકે વિધાનસભા દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો,આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો,ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે.

ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈને શાસક પક્ષના હોલમાં ભાજપ ધારાસભ્યોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંત્રી મંડળના સભ્યો સહિત ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દોઢ મહિનો ચાલનારા વિધાનસભા બજેટ સત્ર દરમિયાન ભાજપની રણનીતિ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું હતું. સરકારની કામગીરીને વિધાનસભા ગૃહમાં કેવી રીતે રજૂ કરવી, કૉંગ્રેસના આરોપોનો કેવી રીતે જવાબ આપવા સહિતના વિષયો પર સી.આર.પાટીલે ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું તો સરકાર તરફી મુદ્દાઓ અંગે મુખ્યમંત્રીએ પણ ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું હતું.                                                                

વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, નાણામંત્રી કનુ દેસાઈ, ભાજપના વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા અને દાણીલીમડા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ઉપસ્થિતિમાં યોજાઈ હતી. રાજ્યપાલના સંબોધન બાદ ત્રણ બેઠક રાખવામાં આવી છે. તદુપરાંત પૂરક માંગણી માટેની પણ બે ચર્ચા બેઠક બજેટ સત્રમાં યોજવામાં આવવાની છે. બજેટની માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે બાર જેટલી બેઠકો વિધાનસભાના બજેટ સત્રમાં યોજાવાની છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિધાનસભા કરતાં પણ ભાજપનો ઐતિહાસિક વિજય, જાણો ચોંકાવનારા આંકડા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Embed widget