શોધખોળ કરો
Advertisement
ગુજરાત પેટા ચૂંટણીઃ ભાજપના કયા ટોચના નેતા પર ફેંકાયું ચપ્પલ, જાણો મોટા સમાચાર
ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે રિઝલ્ટ જાહેર થશે.
કરજણઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી પ્રચાર હાલ જોરશોરમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું. ચપ્પલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી.
નીતિન પટેલે સભાને સંબોધતા કહ્યું, નરાધમોએ ગુજરાતના ગોધરામાં ટ્રેનને આગ લગાડવાનું પાપ કર્યુ હતું. કોંગ્રેસ અને અહેમદ પટેલે મોદી તથા અમિત શાહ પર ખોટા કેસ કરાવ્યા હતા. જેના કારણે આખી દુનિયાં ગુજરાત બદનામ થયું હતું.
તેમણે એમ પણ કહ્યું, કમળ લોહીચુંબક છે, જે લોકોને ખેંચવાનું કામ કરે છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વિધાનસબામાં વિરોધ કરતા હતા. બાદમાં તેઓ આવીને મળતા ત્યારે કહેતા કે આ તો બોલવું પડે એટલે બોલીએ છીએ, બાકી સરકાર ખૂબ સારું કામ કરે છે.
ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે રિઝલ્ટ જાહેર થશે. આ પહેલા સુરતમાં ધારીથી ભાજપના ઉમેદાવાર જે વી કાકડિયા પર ઇંડા ફેંકાયા હતા.
Gujarat Corona Cases Update: રાજ્યમાં 1.50 લાખથી વધુ દર્દીએ આપી કોરોનાને મ્હાત, આજે 908 કેસ નોંધાયા
ઓનલાઈન સેલમાં બુક કર્યો મોબાઇલ ફોન, બોક્સ ખોલીને જોયું તો હતો કપડા ધોવાનો સાબુ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion