શોધખોળ કરો
Advertisement
ગુજરાત પેટા ચૂંટણીઃ કોંગ્રેસે દરેક બેઠક પર બે નામ કર્યા નક્કી ? જાણો કઈ બેઠક પર કોના છે નામ
આજે કોંગ્રેસના નેતાઓની વર્ચુઅલ બેઠક મળી હતી. જેમાં દરેક બેઠક માટે બે-બે નામો નક્કી કરવામાં આવ્યા હતા.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેમા ટિકિટ મેળવવા જોરજારજંગ જામ્યો છે. કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં જીતની આશા દેખાય છે તેથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં ગળાકાપ સ્પર્ધા છે. આ દરમિયાન આજે કોંગ્રેસના નેતાઓની વર્ચુઅલ બેઠક મળી હતી. જેમાં દરેક બેઠક માટે બે-બે નામો નક્કી કરવામાં આવ્યા હતા.
અબડાસા :
રાજેશભાઇ આહિર
શાંતિલાલ સંઘાણી
કરજણ :
કિરીટસીંહ જાડેજા
ધર્મેશભાઈ પટેલ
લિંબડી :
ભગીરથસીંહ રાણા
ચેતનભાઈ ખાચર
મોરબી :
જયંતિલાલ પટેલ
કિશોરભાઈ ચિખલીયા
ગઢડા :
મોહનભાઇ સોલંકી
ભાણજીભાઇ સોસા
ધારી :
સુરેશભાઈ કોટડીયા
જેનીબેન ઠુંમર
કપરાડા:
બાબુભાઈ વઠ્ઠા
હરીશભાઈ પટેલ
ડાંગ:
ચંદરભાઈ ગામીત
સૂર્યકાંત ગામીત
રાજ્યમાં અબડાસા, લીંબડી, કરજણ, ડાંગ, કપરાડા, મોરબી, ગઢડા, ધારી વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે.રાજ્યસભા ચૂંટણી વખતે કોંગ્રેસમાં ભંગાણ પડતાં ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતાં આ બેઠકો ખાલી પડી હતી. રાજ્યમાં કુલ 8 વિધાનસભા બેઠકો ખાલી છે, જેમાં 3 નવેમ્બરે વોટિંગ પ્રક્રિયા હાથ ધરાશે અને 10 નવેમ્બરે તેનું પરિણામ જાહેર કરાશે.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ 8 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડશે. 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ થે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion