શોધખોળ કરો

કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે: આખરી મતદાર યાદી પ્રસિદ્ધ, ૧૫ જૂન પહેલા….

Gujarat by-elections 2025: કડીમાં ૨.૮૯ લાખ અને વિસાવદરમાં ૨.૬૧ લાખ કુલ મતદારો, મતદાર યાદી સુધારણા બાદ ૫૬૧ મતદારોનો વધારો નોંધાયો, મુખ્ય નિર્વાચન અધિકારીએ આપી માહિતી.

Kadi Visavadar assembly bypolls: ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી મહેસાણા જિલ્લાની કડી (અ.જા.) અને જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ચૂંટણી પ્રક્રિયાના મહત્વપૂર્ણ ભાગ રૂપે, ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મુજબ, આ બંને વિધાનસભા મતવિસ્તારોની આખરી મતદાર યાદી આજે તા. ૦૫ મે, ૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે, જેના પગલે ચૂંટણીની જાહેરાત હવે ગમે ત્યારે થઈ શકે છે.

ગ્રામ પંચાયત ચૂંટણી સાથે યોજાઈ શકે પેટાચૂંટણી

રાજકીય વર્તુળોમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ સાથે યોજાઈ શકે છે. જો આ શક્યતા સાચી ઠરે, તો જૂન મહિનાની મધ્ય સુધીમાં, એટલે કે ૧૫ જૂન પહેલા, આ બંને બેઠકો પર મતદાન યોજાઈ શકે છે.

આખરી મતદાર યાદી અને મતદારોની સંખ્યા

તા. ૦૫ મે, ૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ, બંને મતવિસ્તારોમાં કુલ મતદારોની સંખ્યા નીચે મુજબ છે:

  • ૨૪   કડી વિધાનસભા (અ.જા.), મહેસાણા જિલ્લો: કુલ ૨,૮૯,૭૪૬ મતદારો નોંધાયા છે, જેમાં ૧,૪૯,૭૧૯ પુરુષ, ૧,૪૦,૦૨૩ મહિલા અને ૪ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.
  • ૮૭   વિસાવદર વિધાનસભા, જુનાગઢ જિલ્લો: કુલ ૨,૬૧,૦૫૨ મતદારો નોંધાયા છે, જેમાં ૧,૩૫,૫૯૭ પુરુષ, ૧,૨૫,૪૫૧ મહિલા અને ૪ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.

મતદારોના વધારાની વિગતો

મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ બાદ આખરી યાદીમાં મતદારોનો વધારો પણ નોંધાયો છે. કડી વિધાનસભા મતવિસ્તારમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૩૭૬ મતદારોનો વધારો થયો છે (૧૫૨ પુરુષ અને ૨૨૪ મહિલા). વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં ૧૮૫ મતદારોનો વધારો નોંધાયો છે (૨૪ પુરુષ, ૧૬૦ મહિલા અને ૧ ત્રીજી જાતિના મતદાર). આમ, બંને મતવિસ્તારના મળી કુલ ૫૬૧ મતદારોનો વધારો નોંધાયો છે. અગાઉ ૦૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલી મુસદ્દા મતદાર યાદી મુજબ કડીમાં કુલ ૨,૮૯,૩૭૦ અને વિસાવદરમાં કુલ ૨,૬૦,૮૬૭ મતદારો હતા.

મતદાર યાદી સુધારણા ઝુંબેશ અને અપીલ પ્રક્રિયા

ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત યાદી તૈયાર કરવા ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરાઈ હતી. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારીત શુકલાએ જણાવ્યું હતું કે, ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશમાં મતદાર નોંધણી અધિકારીના નિર્ણય સામે કોઈ મતદારને વાંધો હોય તો સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને અપીલ કરી શકાશે. આ માટે The Representation of the People Act, 1950ની કલમ ૨૪ તેમજ The Registration of Electors Rules 1960 ના નિયમ ૨૭ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Embed widget