શોધખોળ કરો
ગુજરાત પેટા ચૂંટણીઃ સૌરાષ્ટ્રની કઈ બેઠક પર 2012 બાદ ભાજપ જીત્યું, જાણો વિગત
કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા હાર ભાળી ગયા હોય તેમ સવારથી જ મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા નહોતા.

અમરેલીઃ ગુજરાતની આઠ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. આ વખતે તમામની નજર અમરેલીની ધારી-બગસરા-ખાંભા બેઠક પર હતી. 2012 બાદ ભાજપ આ બેઠક જીતી શક્યું નહોતું. પરંતુ આ વખતે અહીં ભાજપનો ભગવો લહેરાયો છે. ધારી બેઠક પર ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયાની જીત થઈ છે. આજે યોજાયેલી પેટા ચૂંટણીમાં ધારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયાએ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાને 15 હજાર કરતાં વધારે મતથી હાર આપી હતી. રાજ્યસભા ચૂંટણી પહેલા પક્ષપલટો કરીને ભાજપમાં ભળેલા કાકડિયાએ ફરીથી જીત મેળવતાં 2012 બાદ આ બેઠક પર પ્રથમ વખત કમળ ખીલ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા હાર ભાળી ગયા હોય તેમ સવારથી જ મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા નહોતા. અમરેલીના સાંસદે ધારી બેઠક પર ભાજપની જીતને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, પરેશ ધાનણીએ હવે રાજીનામુ આપી દેવું જોઈએ. ધારીમાં બહુ ખોટા પ્રચાર કર્યા હતા.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















