શોધખોળ કરો

મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય

Gujarat government certification: તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૦૯માં ક્વોલિટી મેનેજમેન્ટના ISO બેન્‍ચમાર્ક મેળવવાની પહેલની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પણ જળવાઈ રહી.

Chief Minister's Office ISO 9001 certification: મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચકક્ષાની ગુણવત્તાયુક્ત, સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારૂ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતાં આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે.

વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે રાજ્યની વહીવટી કાર્યસંસ્કૃતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા સાથે ગુણવત્તા અને કાર્યસિદ્ધિના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી કાર્યાલયને ૨૦૦૯માં ISO બેન્‍ચમાર્કની ક્વોલિટી ઉપર મૂક્યું હતું.

રાજ્ય શાસનના સર્વોચ્ચ કેન્દ્ર એવા મુખ્યમંત્રી કાર્યાલયને જાહેર સેવાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને સાતત્યપૂર્ણ સુધારાઓ સાથેના સમયબદ્ધ કાર્ય આયોજન માટે આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન પ્રથમવાર ૨૦૦૯માં એનાયત થયું હતું.

નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ ગવર્નન્સની આ સીમાચિહ્નરૂપ કામગીરીને ગુજરાતની પ્રશાસનિક વ્યવસ્થાએ સતત જાળવી રાખી છે. ૨૦૦૯ થી ૨૦૨૩ સુધી સળંગ પાંચ ત્રિવાર્ષિક ISO સર્ટિફિકેશન મેળવનારા દેશના એકમાત્ર રાજ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે આ વિશેષ ગૌરવસિદ્ધિ પ્રાપ્ત કરી છે.

મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘સ્વાગત’ કાર્યક્રમ તથા ISO ઓડિટની પરંપરા પણ સફળતાપૂર્વક આગળ ધપી છે.

આ સફળતાને પગલે મુખ્યમંત્રી કાર્યાલયને હાલ ૨૦૨૪ થી ૨૦૨૬ સુધીના સમયગાળા માટેની છઠ્ઠી સાયકલ માટે આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ISO સર્ટિફિકેશન ટેક્નોક્રેટ કન્સલ્ટન્ટના ડિરેક્ટર ભાવિન વોરા તથા સર્ટિફાઇંગ એજન્સી બ્યુરો વેરિટાસના અધિકારીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.

આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મુખ્યમંત્રી કાર્યાલયને સુનિશ્ચિત માપદંડ સાથે કાર્યસિદ્ધિ, ક્ષમતા અને અસરકારકતા તેમજ સમયબદ્ધતા દ્વારા આમ જનતાની અપેક્ષાની પૂર્તિને હાંસલ કરવા સતત પ્રતિબદ્ધ રાખશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.

રાજ્યના વહીવટી પ્રશાસન અંગેના વડાપ્રધાનના ચિંતન તેમજ ઉત્તમ જનસેવાના સંકલ્પને સાકાર કરવાના અવિરત પ્રયત્નોના ફળ સ્વરૂપે આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન CMOને મળ્યું છે તે માટે ટીમ CMOને મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat rain live updates: મહેમદાવાદનું કુણા ગામ બેટમાં ફેરવાયું, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Gujarat rain live updates: મહેમદાવાદનું કુણા ગામ બેટમાં ફેરવાયું, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: રાજ્યના 6 જિલ્લાઓમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યના 6 જિલ્લાઓમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Embed widget