શોધખોળ કરો

રાજ્યમાં ગરમીમાં સતત વધારો, અમદાવાદ સહિત 7 શહેરમાં તાપમાનનો મહત્તમ પારો 35 ડિગ્રીને પાર

રાજ્યમાં ધીમે ધીમે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના સાત શહેરોમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં ધીમે ધીમે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના સાત શહેરોમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું સીઝનમાં પ્રથમવાર અમદાવાદમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. 

રવિવારે અમદાવાદ સહિત સાત શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. 35.4 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 3.1 ડિગ્રીનો વધ્યું રહ્યું હતું. વર્તમાન સીઝનમાં અમદાવાદમાં પ્રથમવાર સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થયો હતો. આગામી ત્રણ દિવસ અમદાવાદનું તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટ અને અમરેલીમાં 35.9, સુરતમાં 35.4, વડોદરા અને ભુજમાં 35.2 અને ડીસામાં 35.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

સુરેન્દ્રનગર, કેશોદ જુનાગઢ અને અમરેલીમાં 36, કંડલામાં 35 જ્યારે પોરબંદર, મહુવા, વડોદરા, ડીસા, ભૂજમાં પારો 35 સેલ્સિયસને પાર થયો હતો. એકંદરે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં માવઠા,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ તાપમાન નિયંત્રિત રહ્યું હતું જ્યાં ગાંધીનગરમાં 34, વલ્લભવિદ્યાનગરમાં 32 સે. નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના સાગરકાંઠા નજીકના દ્વારકામાં 34, ભાવનગર, વેરાવળ, દિવમાં 33 સે. સે મહત્તમ તાપમાન  નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહ સુધી બપોરનું આ તાપમાન આંશિક વધઘટ રહેશે. સવારનું તાપમાન પણ ઉંચકાતા ઠંડી ગાયબ થઈ હતી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, દમણ, કંડલા પોર્ટ, ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, સુરેન્દ્રનગર, કેશોદ સહિત મોટાભાગના સ્થળોએ સવારનું ન્યુનત્તમ તાપમાન પણ 20 કે તેથી વધુ રહ્યું હતું.  ઉનાળાનો ધોમધખતો તાપ શરૂ થવાના અણસાર વચ્ચે દેશમાં અત્યારથી હવામાન સતત પલટાઈ રહ્યું છે, હિમાચલ ક્ષેત્ર, તમિલનાડુ, કેરલ, પુડુચેરી, આસામ મેઘાલય સહિત પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે , હજુ પણ આગાહી છે ત્યારે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીમાં વધારો થવાની આગાહી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ગરમી વધુ તીવ્ર બની શકે છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકોએ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. પૂરતું પાણી પીવું, સીધા તાપથી બચવું અને હલકા કોટનના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે.                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

વિડિઓઝ

Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન
PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Embed widget