શોધખોળ કરો

ગામડાના લોકો પર ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરી થઈ મહેરબાન, વધુ ₹50,000ની સહાય જાહેર કરી, જાણો કોને મળશે લાભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને 'પોતાનું ઘર' બનાવવામાં નહીં પડે વાંધો!

  • ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે ₹1,20,000 ને બદલે કુલ ₹1,70,000 ની સહાય મળશે.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાનો સામાન મોંઘો થતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા ₹50,000 ની વધારાની સહાય જાહેર કરી.
  • 2025-26 ના બજેટમાં 1,10,000 લાભાર્થીઓ માટે આ વધારાની સહાય ચૂકવવા ₹550 કરોડ ફાળવવામાં આવ્યા છે.
  • કુલ ₹1,70,000 ની સહાય 4 હપ્તામાં મળશે (₹30,000, ₹80,000, ₹50,000, ₹10,000).
  • કુલ સહાયમાંથી ₹98,000 રાજ્ય સરકાર આપશે અને ₹72,000 કેન્દ્ર સરકારના ભંડોળમાંથી મળશે.

PMAY Gujarat: ગામડાના લોકોને 'પોતાનું ઘરનું ઘર' મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે! આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓ માટે ખુબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાં જે ₹1,20,000 મળતા હતા, એમાં ₹50,000 નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, હવે લાભાર્થીઓને કુલ ₹1,70,000 ની સહાય મળશે!

કેમ વધારી સહાય? ને કેટલા લોકોને ફાયદો?

ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ નિર્ણયની વિગતો આપતા કીધું કે, ગામડાઓમાં મકાન બનાવવાનો સામાન, જેમ કે રેતી, કપચી, સિમેન્ટ ને સ્ટીલના ભાવ ખુબ વધ્યા છે. વળી, અંતરિયાળ વિસ્તારોમાં માલસામાન પહોંચાડવાનો ખર્ચ પણ વધ્યો છે. આ બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે આ મોટો ને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે.

વર્ષ 2025-26 ના બજેટમાં આ વધારાની સહાય ચૂકવવા માટે 1,10,000 લાભાર્થીઓનો લક્ષ્યાંક રાખ્યો છે ને એ માટે ₹550 કરોડની મોટી જોગવાઈ પણ કરી છે. મંત્રીશ્રીએ એમ પણ કીધું કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 11,606 લાભાર્થીઓને ₹58 કરોડથી વધુની સહાય ચૂકવાઈ પણ ગઈ છે.

કેવી રીતે મળશે 1.70 લાખની સહાય?

મંત્રીશ્રીએ વધુ માહિતી આપતા કીધું કે, હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે 4 હપ્તામાં પૈસા મળશે:

  • પહેલો હપ્તો: આવાસ મંજૂર થાય ત્યારે 30,000
  • બીજો હપ્તો: પ્લીન્થ લેવલ (પાયો બને) ત્યારે 80,000
  • ત્રીજો હપ્તો: છત ભરાય (રૂફ-કાસ્ટ લેવલ) ત્યારે 50,000
  • ચોથો હપ્તો: આવાસ પૂરું થાય ત્યારે 10,000

આમ, કુલ ₹1,70,000 ની સહાય મળશે. આમાંથી ₹98,000 ની સહાય રાજ્ય સરકાર આપશે ને ₹72,000 કેન્દ્ર સરકારના ભંડોળમાંથી મળશે.

મંત્રીશ્રીનું કહેવું છે કે, આ વધારાની સહાયથી ગામડાના લોકોને ઘર બનાવતી વખતે પૈસાની તકલીફ નહીં પડે ને ઘરનું કામ ઝડપથી પૂરું થઈ જશે. આ નિર્ણય વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં ને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં ખુબ જ મદદરૂપ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
Embed widget