શોધખોળ કરો

નવરચિત મહાનગરપાલિકાઓ પર સરકાર મહેરબાન: એક જ દિવસમાં સરકારે ₹૧૭૦૦ કરોડથી વધુના કામોને મંજૂરી આપી

શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત આંતરમાળખાકીય સુવિધાઓ, રસ્તાઓ, પાણી પુરવઠા અને મૂળભૂત માળખાકીય સુવિધાઓના કાર્યો હાથ ધરાશે.

Bhupendra Patel 1700 crore development approval: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી જન સુખાકારીને વધુ સુવિધાસભર બનાવવાના મહત્વપૂર્ણ અભિગમ સાથે, શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત એક જ દિવસમાં ₹૧૭૦૦.૫૭ કરોડથી વધુના વિવિધ વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ નિર્ણયમાં નવરચિત છ મહાનગરપાલિકાઓ, પાંચ નગરપાલિકાઓ અને અમદાવાદ ગાંધીનગર મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે, જે રાજ્યના શહેરી વિકાસને નવી ગતિ આપશે.

વડાપ્રધાનના વિઝનને સાકાર કરતું પગલું: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૦૫ માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત કરી હતી. તેમની દૂરંદેશીને પગલે ગુજરાતના શહેરો 'વેલપ્લાન્ડ ડેવલપ સિટી' તરીકે પ્રસ્થાપિત થયા છે. વડાપ્રધાનની આ પ્રેરણાથી શરૂ થયેલી બે દાયકાની શહેરી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૦૨૫ ના 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવીને આગળ ધપાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત ૨૭મી મેના રોજ શહેરોને આર્થિક પ્રવૃત્તિઓના ગતિશીલ કેન્દ્રો બનાવવાના વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ₹૧૭૦૦.૫૭ કરોડના કામોને મંજૂરી આપીને સાકાર કર્યું છે.

વિવિધ શહેરોને મળનારી ફાળવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરેલી આ રાશિમાંથી મુખ્ય મહાનગરપાલિકાઓને ફાળવણી નીચે મુજબ છે:

  • અમદાવાદ મહાનગરપાલિકા: ₹૫૪૬ કરોડ
  • ગાંધીનગર મહાનગરપાલિકા: ₹૩૨ કરોડ

નવરચિત મહાનગરપાલિકાઓને મળનારી ફાળવણી:

  • આણંદ: ₹૧૪૮ કરોડ
  • મોરબી: ₹૨૭૦.૦૮ કરોડ
  • સુરેન્દ્રનગર: ₹૨૫૭.૬૦ કરોડ
  • નડિયાદ: ₹૭૧.૯૧ કરોડ
  • નવસારી: ₹૯૦.૩૫ કરોડ
  • વાપી: ₹૨૫૧.૯૧ કરોડ

આ ઉપરાંત, પાંચ નગરપાલિકાઓને પણ વિકાસ કામો માટે ભંડોળ મળશે:

  • વડનગર: ₹૧૬.૩૭ કરોડ
  • હિંમતનગર: ₹૭.૩૩ કરોડ
  • સિદ્ધપુર: ₹૩.૭૪ કરોડ
  • હળવદ: ₹૪.૦૨ કરોડ
  • ભરૂચ: ₹૦.૮૫૫૨ કરોડ (₹૮૫.૫૨ લાખ)

વિવિધ વિકાસ કાર્યો પર ભાર: મુખ્યમંત્રી એ મંજૂર કરેલા આ ભંડોળનો ઉપયોગ બહુવિધ વિકાસ કાર્યો માટે થશે, જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આંતરમાળખાકીય વિકાસ, આઇકોનિક રોડ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના, પાણી પુરવઠા અને મૂળભૂત માળખાકીય સુવિધાઓના કામોનો સમાવેશ થાય છે.

  • આંતરમાળખાકીય સુવિધાઓ (૬૭૬.૨૮ કરોડ): નવરચિત ૬ મહાનગરપાલિકાઓમાં સ્ટ્રીટલાઇટ, સોલાર સુવિધા, સિટી બ્યુટીફિકેશન, પબ્લિક ગાર્ડન ડેવલપમેન્ટ, ડ્રેનેજ, ટ્રાફિક સર્કલ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન, સિટી સિવિક સેન્ટર, ફાયર ઉપકરણો વગેરે સહિતના ૨૪૭ કામો હાથ ધરાશે.
  • મુખ્યમંત્રી શહેરી સડક યોજના (૬૫૨.૭૮ કરોડ): આણંદ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબીની નવરચિત મહાનગરપાલિકાઓ તેમજ અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકામાં રોડ નવીનીકરણ, રીસરફેસિંગ, વ્હાઇટ ટોપિંગ તથા ૬૦ ફૂટથી મોટા માર્ગોના રિપેરિંગના કામો થશે.
  • મૂળભૂત માળખાકીય સુવિધાઓ (૧૯૧.૯૧ કરોડ): સુરેન્દ્રનગર, વાપી અને આણંદ મહાનગરપાલિકાઓમાં ફિલ્ટર પ્લાન્ટ રિપેરિંગ, રોડ રસ્તા, ગટર અને સ્ટોર્મ ડ્રેન તથા પાણીની સુવિધા જેવા કામો મંજૂર કરાયા છે.
  • આઇકોનિક રોડ અને જનભાગીદારી યોજના (૩૧ કરોડ + ૦.૮૫૫૨ કરોડ): આણંદ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાઓને આઇકોનિક રોડ નિર્માણ માટે ₹૩૧ કરોડ અને ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ કોમન પ્લોટ પેવર બ્લોકના કામો માટે ₹૮૫.૫૨ લાખ મળશે.
  • પાણી પુરવઠા અને આઉટગ્રોથ વિસ્તારોનો વિકાસ (૬૭.૩૫ કરોડ + ૬૪.૦૨ કરોડ): નવા સમાવાયેલા વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા માટે હિંમતનગર, સિદ્ધપુર નગરપાલિકાઓ અને મોરબી મહાનગરપાલિકાને ₹૬૭.૩૫ કરોડ. ઉપરાંત, મોરબી, વાપી મહાનગરપાલિકાઓ અને હળવદ નગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારોમાં પીવાના પાણીની લાઇન, ભૂગર્ભ ગટર, ડામર/સીસી રોડ, ફાયર સ્ટેશન નિર્માણ જેવા કામો માટે ₹૬૪.૦૨ કરોડ મંજૂર કરાયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?

વિડિઓઝ

Vikas Sahay Retirement: વિકાસ સહાયની પોલીસ વડા તરીકે નિવૃત્તિ નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Porbandar Unseasonal Rain: પોરબંદરમાં ભરશિયાળે માવઠું, એરપોર્ટ વિસ્તારમાં વરસ્યા ઝાપટા
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરીત પર પોલીસનું ફાયરિંગ, પોલીસકર્મીનું ગળુ દબાવી ભાગવાનો કર્યો હતો પ્રયાસ
દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરીત પર પોલીસનું ફાયરિંગ, પોલીસકર્મીનું ગળુ દબાવી ભાગવાનો કર્યો હતો પ્રયાસ
Rule Change: LPGથી લઈને PAN કાર્ડ સુધી, કાલથી દેશમાં 10 મોટા ફેરફારો, તમામ ઘરને કરશે અસર
Rule Change: LPGથી લઈને PAN કાર્ડ સુધી, કાલથી દેશમાં 10 મોટા ફેરફારો, તમામ ઘરને કરશે અસર
પત્નીના નામ પર કાર ખરીદશો તો મળશે આટલા ફાયદા, ખરીદતા અગાઉ જાણી લો
પત્નીના નામ પર કાર ખરીદશો તો મળશે આટલા ફાયદા, ખરીદતા અગાઉ જાણી લો
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
Embed widget