શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદે આ દિગ્ગજ યુવા પાટીદાર નેતાની વરણી નક્કી, બીજા ક્યા યુવા નેતાને મળશે મોટી જવાબદારી ?   

કોંગ્રેસમાં સૂત્રોનો દાવો છે કે, ગુજરાત કોંગ્રેસના ખાલી પદો અંગે આજ સાંજ સુધીમાં નિર્ણય થઈ શકે છે.

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી અમિત ચાવડાએ રાજીનામું ધરી દીધું હતું પણ એ ગે કોઈ નિર્ણય નહોતો લેવાયો. હવે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે યુવા પાટીદાર નેતા અને હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હોવાનો સૂત્રોનો દાવો છે. સૂત્રોનો દાવો છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે હાર્દિક પટેલની વરણી નક્કી છે. હાર્દિક પટેલ ઉપરાંત તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને પણ મહત્વની જવાબદારી સોંપાશે.

કોંગ્રેસમાં સૂત્રોનો દાવો છે કે, ગુજરાત કોંગ્રેસના ખાલી પદો અંગે આજ સાંજ સુધીમાં નિર્ણય થઈ શકે છે. હાઈકમાન્ડે બોલાવતાં હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી શનિવારે દિલ્હી ગયા હતા. બંને  યુવા નેતાઓ દિલ્હીથી પરત ફરતાં ટૂંક સમયમાં જાહેરાત થવાની શક્યતા છે.

સૂત્રોના કહેવા પ્રમાણે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષીનેતા અંગે આજ સાંજ સુધીમાં નિર્ણય થઈ શકે છે. રવિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે ગુજરાત કોંગ્રેસ અંગે બેઠક થઈ હતી. આ ઉપરાંત ગુજરાતના કેટલાક નેતાઓ સાથે ટેલીફોનીક ચર્ચા પણ થઈ હતી. આ ચર્ચામાં હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીને મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે એવો સ્પષ્ટ સંકેત અપાયો હતો.

કોંગ્રેસ હાઈકમાન્ડે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી એ બે યુવા નેતાઓને બિહારની પેટાચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવ્યા છે તેના કારણે બંનેને મોટી જવાબદારી મળશે એ સ્પષ્ટ છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને બિહારમાં બે બેઠકોની પેટાચૂંટણી માટે સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી અપાઈ છે. 30મી તારીખે બિહારમાં વિધાનસભાની બે બેઠકની પેટાચૂંટણી યોજાશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget