ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો દારૂબંધી હટાવીને દારૂ પીવાની છૂટ અપાશે, ક્યા ટોચના નેતાએ આપ્યો સંકેત
પરિવર્તનની સાથે ગુજરાતની પ્રજા જો ઇચ્છશે તો આવો મોકો મળશે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કેટલી બંધી છે તે તો સૌ કોઈ જાણે છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગેરકાયદે રીતે જોઇએ તેટલો દારૂ મળે છે.
ઓગણજઃ વિધાનસભા ઇલેક્શન પહેલા કોંગ્રેસ દ્વારા યુવાનોને કોંગ્રેસ પાર્ટીમાં જોડવા માટે આર જી પ્રીમિયમ લીગ શરૂ કરી છે. અમદાવાદના ચાર વોર્ડમાંથી કુલ ૨૪ જેટલી ટીમોએ આ ક્રિકેટ પ્રિમિયર લીગમાં ભાગ લીધો છે. જોકે આર જી પ્રીમિયમ લીગ ના ઉદ્ઘાટન આ વખતે ભરતસિંહ સોલંકીએ સ્ટેજ પરથી વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, ઠંડીમાં જમવાની વ્યવસ્થા છે પરંતુ આવી ઠંડીમાં જમવાની સાથે બીજી કોઈ વ્યવસ્થા થઈ શકે તેમ નથી. કારણકે ગુજરાતમાં મનાય છે.
ભરતસિંહે આ વિવાદિત નિવેદનોને લઈને મીડિયાના પ્રશ્ન પર જવાબ આપ્યો હતો કે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ વેચાય છે અને તે પણ ભાજપના નેતાઓના માથા નીચે. સરકારને ટેક્ષ રૂપી ફાયદો થઇ શકે અને વચ્ચે જે મળતિયાઓ પૈસા થાય છે તે ના ખાઈ શકે.. ઇન્દિરા ગાંધી એ જે વખતે દારૂબંધી કરી હતી તેનો મતલબ એ હતો કે ધનાઢ્ય લોકો દારૂ પીવે તો ચાલે પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો દારૂ પીવે તે ન ચાલે. સાથે જ જો કોંગ્રેસની સરકાર આવે તો દારૂબંધી મુક્ત બંધી કરવી કે ન કરવી તે ગુજરાતની જનતા અને મહિલાઓ નક્કી કરશે.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ દારુબંધીને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સરસ મજાની આહ્લાદક ઠંડીમાં જમવાની વ્યવસ્થા કરી છે, પરંતુ બીજું તો કંઈ જ થઈ નહીં શકે. તેમના આ નિવેદનથી હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યુ હતું કે, અહીં પાબંદી છે એટલે. યુગ પરિવર્તનની સાથે કદાચ ગુજરાતની પ્રજા જ્યારે આવું કંઇ ઇચ્છશે ત્યારે ગુજરાતની પ્રજાને એવો મોકો પણ મળશે, તે ભવિષ્યની માન્યતા મને લાગે છે. તેમણે આ નિવેદન ઓગણજ ખાતે આયોજીત રાહુલ ગાંધી (આરજી) પ્રિમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આપ્યું હતું.
ભરતસિંહ કહ્યું કે, પરિવર્તનની સાથે ગુજરાતની પ્રજા જો ઇચ્છશે તો આવો મોકો મળશે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કેટલી બંધી છે તે તો સૌ કોઈ જાણે છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગેરકાયદે રીતે જોઇએ તેટલો દારૂ મળે છે. સ્વાભાવિક રીતે લોકચર્ચામાં વાત છે. સરકારના ઓથા નીચે જ એમના મળતિયા અને બુટલેગરો દારૂ વેચે છે અને આર્થિક લાભ મેળવે છે. આ પૈસા સરકારમાં જમા થાય તો સરકારને ટેક્સની આવક થાય.
ભરતસિં પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને યાદ કરતાં કહ્યું કે, તેઓ કહેતા કે ધનાઢ્ય લોકો દારૂ પીવે તો ચાલે પરંતુ સામાન્ય માણસ દારૂ ન પી શકે. ગુજરાતની મહિલાઓ નિર્ણય કરે તો દારૂબંધી હટાવી શકાય તેમ છે. દારૂબંધી અંગે સાત કરોડ ગુજરાતીઓમાં મારા એકલાનો મત નિર્ણાયક નથી.