શોધખોળ કરો

‘સાહેબ, અમને દવા જીવાડશે કે દારૂ ? ’, ગાંધીનગરમાં ફાઈવસ્ટાર હોટલ મુદ્દે મોદીને ઉદ્દેશીને ક્યા ટોચના કોંગ્રેસી નેતાએ કર્યું ટ્વિટ ?   

ધાનાણીએ ટ્વિટ કરીન લખ્યું છે કે, દવા આપો, દારૂ નહીં. સાહેબ, અમને દવા જીવાડશે કે દારૂ? ગાંધી અને સરદારના ગુજરાતને દારૂ મળે એવી હોટલ જરૂર નથી પણ દવા મળે એવી હોસ્પિટલની જરૂર છે.

ગાંધીનગરઃ ગાંધીનગરમાં નિર્માણ પામેલી રેલવેની ફાઈવ સ્ટાર  હોટલ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યું છે કે, ગુજરાતનાં લોકોને દવા નહીં પણ દારૂ આપો.

ધાનાણીએ ટ્વિટ કરીન લખ્યું છે કે, દવા આપો, દારૂ નહીં. સાહેબ, અમને દવા જીવાડશે કે દારૂ? ગાંધી અને સરદારના ગુજરાતને દારૂ મળે એવી હોટલ જરૂર નથી પણ દવા મળે એવી હોસ્પિટલની જરૂર છે.

ગાંધીનગરની રાજ્ય સરકારની માલિકીની હોટલ લીલામાં દારૂની પરમીટના ધાનાણીનું ટ્વિટ ચરચા જગાવી રહ્યું છે. આ હોટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે વર્ચ્યુઅલી ઉદઘાટન કરવાના છે. મોદી સરકારના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ ઉદઘાટન માટે શુક્રવારે સવારે જ ગાંધીનગર આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. 

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે સાંજે ચાર વાગ્યે વીડિયો કોંફ્રેસના માધ્યમથી ગુજરાતમાં રેલવેની ઘણી પ્રમુખ પરિયોજનાનું ઉદ્ધાટન કરશે. અને અન્ય પરિયોજનાને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે સાયન્સ સિટીમાં એક્વિટિક્સ અને રોબોટ્કિસ ગેલેરી, નેચર પાર્કનું પણ ઉદ્ધાટન કરશે.

રેલવેની આ પરિવારજનોમાં નવી રીતે પુનઃવિકસિત ગાંધીનગર રેલવે સ્ટેશન, અને વિદ્યુતીકૃત કરાયેલ મહેસાણા વેરઠા લાઈન અને નવ વિદ્યુતીકૃત કરવામાં આવેલ સુરેંદ્રનગર પિપાવાવ કંડનો પણ સમાવેશ કરાયો છે. પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર રાજધાની-વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એમઈએમયુ સેવા ટ્રેનોને પણ લીલી ઝંડી આપીને રવાના કરશે. સાથે જ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 71 કરોડના ખર્ચે અપગ્રેડ થયેલ ગાંધીનગરના નવા રેલવે સ્ટેશનનું પણ ઉદ્ધાટન કરશે.

આ રેલવે સ્ટેશનમાં ટિકિટ બુકિંગ કાઉંટર, રેંપ, લિફ્ટ, પાર્કિંગની સુવિધા સિવાય દિવ્યાંગો માટે અનુકુળ સ્ટેશન બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સ્ટેશનમાં એક ફાઈવ સ્ટાર હોટલનું પણ ઉદ્ધાટન કરવામાં આવશે.

મહેસાણા-વેરઠા ગેજ મીટરગેજ ટ્રેક  બ્રોડગેજમાં ફેરવાયો છે. 293 કરોડના ખર્ચે 55 કિલોમીટરના મહેસાણા વેરઠાને બ્રોડગેજમાં ફેરવવામાં આવ્યો છે. જેમાં કુલ દસ સ્ટેશન વિસનગર, વડનગર, ખેરાલુ અને વેરઠા એમ ચાર નવા રેલવે સ્ટેશનની ઈમારત પણ બનાવવામાં આવી છે. આ સેક્શન પર એક પ્રમુખ સ્ટેશન વડનગર છે. જ્યાં વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ હેઠળ વિકસિત કરાયા છે.

289 કરોડના ખર્ચે સુરેંદ્રનગર-પીપાવાવ સેક્શન સેક્શન તૈયાર કરવામાં આવ્યું છે. આ પરિયોજના પાલનપુર, અમદાવાદ અને દેશને અન્ય ભાગોને પીપાવાવ બંદરને કોઈપણ અડચણ વગર માલ પહોંચાવડામાં મદદ કરશે. આ સિવાય સાયન્સ સિટીમાં ત્યારે એક્વેટિક્સ ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કનું પણ પીએમ મોદી ઉદ્ધાટન કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget