શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોના નિવાસ સ્થાને મળી કોંગ્રેસની બેઠક, કોણ કોણ રહ્યું હાજર, જાણો વિગત
વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નિવાસ સ્થાને ભોજન બેઠક મળી હતી. જેમાં પ્રભારી રાજીવ સાતવ અને પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણમાં કોંગ્રેસની કારમી હારના પગલે રાજીનામાં આપી દીધાં હતાં. તેના પગલે ગુજરાતમાં કોંગ્રેસ નેતાગીરીમાં મોટા ફેરફાર થશે એવી વાતો વહેતી થઈ હતી પણ હવે આ શક્યતા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય એવું લાગે છે.
રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરતાં હાલ પૂરતી નેતાગીરી બદલવાની શકયતા નહિવત છે. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વર્તમાન નેતાગીરીના નેતૃત્વમાં જ લડશે એ સ્પષ્ટ થઈ જતાં આગામી ચારેક મહિના સુધી નેતાગીરી નહીં બદલાય એવો સ્પષ્ટ સંકેત મળ્યો છે.રાહુલ ગાંધીએ અમિત ચાવડા, પરેશ ધનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓ સાથે વાતચીત કરી હોવાના અહેવાલ છે. રાહુલ ગાંધીએ વિડીયો કોંફરન્સ માધ્યમથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સમીક્ષા કરીને હાલની નેતાગીરીને જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરવા આદેશ આપ્યો છે. તેના કારણે હાલ પૂરતી નેતાગીરી બદલવાની શકયતા નહિવત છે એ સ્પષ્ટ છે.
આ દરમિયાન આજે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નિવાસ સ્થાને ભોજન બેઠક મળી હતી. જેમાં પ્રભારી રાજીવ સાતવ અને પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, મધુસુદન મિસ્ત્રી, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી અને હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતા.
આ બાઇક શરૂ કરવા નહીં પડે ચાવીની જરૂર, ફિંગર પ્રિન્ટથી જ થઈ જશે ચાલુ
C.R. પાટિલે મંચ પર જઈન લોકોને સંબોધવાના બદલે કેમ કાર્યક્રમમાંથી ચાલતી પકડી ? આયોજકોને પણ કેમ ખખડાવ્યા ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ખેતીવાડી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion