શોધખોળ કરો
Advertisement
Local body election : કૉંગ્રેસનું 'શપથ પત્ર' જાહેર, જાણો શું આપ્યા વચનો ?
ગુજરાતમાં 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે 'શપથપત્ર' જાહેર કરવામાં આવ્યું છે. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમામ શહેરીજનોને ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે.
અમદાવાદ: ગુજરાતમાં 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે 'શપથપત્ર' જાહેર કરવામાં આવ્યું છે. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમામ શહેરીજનોને ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે. સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોન્ટ્રેક્ટપ્રથા નાબૂદીની શરૂઆત કરવામાં આવશે તેમજ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યા પર ભરતીપ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
કોંગ્રેસ કોર્પોરેશનમાં સત્તામાં મફત શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર દૂર કરવાની શપથ લઈએ છીએ. કોંગ્રેસ ગુજરાઇટ કાર્ડ લાવશે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આ કાર્ડના માધ્યમથી સુવિધાઓ અને યોજનાઓનો લાભ લઇ શકશે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપની જેમ અમે ખોટા વાયદા કે વચન નથી આપતા. અમે વાયદા નહિ, શપથ લઈને આવ્યા છીએ. ભાજપના શાસનમાં જે ખોટું થાય છે એને રાઈટ કરવું એટલે ગુજરાઇટ છે. બીજી તરફ, વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે મહાનગરોમાં ભાજપનું શાસન હોવા છતાં અનેક સમસ્યાઓ છે. નાગરિકો ટેક્સ ભરતા હોવા છતાં સમસ્યાનું સમાધાન થતું નથી. ભાજપના શાસકો સમસ્યાનું સમાધાન લાવવામાં નિષ્ફળ ગયા છે.
નોંધનીય છે કે, કોંગ્રેસે શપથપત્રમાં કહ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો શું કરશે. શપથપત્રમાં કહેવામાં આવ્યું છે કે, સત્તામાં આવતાં જ આ પત્રમાં લખવામાં આવેલા એક એક શબ્દનું પાલન કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement