72 નગરપાલિકાની આગામી ચૂંટણી માટે ગુજરાત કૉંગ્રેસે તૈયારીઓ શરુ કરી
ગુજરાત કૉંગ્રેસ દ્વારા આવનારી નગરપાલિકાઓની ચૂંટણીને લઈ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 72 નગરપાલિકા માટે ચૂંટણી યોજાવાની છે.
અમદાવાદ: ગુજરાત કૉંગ્રેસ દ્વારા આવનારી નગરપાલિકાઓની ચૂંટણીને લઈ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 72 નગરપાલિકા માટે ચૂંટણી યોજાવાની છે જેને લઈ કોંગ્રેસ પક્ષના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રભારીની નિમણૂક કરી છે. 72 નગરપાલિકા માટે પ્રભારી તરીકે સોંપાયેલ જવાબદારીમાં વરિષ્ઠ નેતાઓનો પણ સમાવેશ કરાયો છે.
પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. સૌરાષ્ટ્રની-32, ઉત્તર ગુજરાતની-16, મધ્ય ગુજરાતની-19 અને દક્ષિણ ગુજરાતની-5 નગરપાલિકાની નજીકના સમયમાં ચૂંટણી યોજાઈ શકે છે.
72 નગરપાલિકાની આગામી ચૂંટણી માટે પ્રથમ વખત સંગઠનના નગરપાલિકા વિસ્તારના સંગઠન પ્રમુખ અને વિવિધ પદાધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. 72 નગરપાલિકા સહિતની આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ વિવિધ સેલ-ડીપાર્ટમેન્ટ-પક્ષના સંગઠન સાથે સંકલન કરી આ નિમણૂકો કરાઈ છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર જેઓની જવાબદારી સંગઠન પ્રભારી તરીકેની છે.
અનુભવી અને યુવાનો બન્નેના સમન્વય સાથે નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે તમામ નેતાને જવાબદારી સોંપી છે. પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિતના આગેવોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
- ધારાસભ્ય અમતૃજી ઠાકોરને હારીજ નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.
- ધારાસભ્ય કિરીટ પટેલને ચાણસ્મા નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.
- મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાને ઉપલેટા નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.
- યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ માનસિંહ ડોડીયાને ચોરવાડ નગરપાલિકાની જવાબદારી સોંપાઈ
- કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયાને દ્વારકા નગરપાલિકાની જવાબદારી સોંપાઈ
- પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનીચાને ભચાઉ નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.
- પ્રવિણભાઈ મુછડીયાને જેતપુર પાવાગઢ નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.
- ડૉ. દિનેશ પરમારને જામજોધપુર નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.
- બાબુભાઈ વાજાને રાણાવાવ નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.
- ભીખાભાઈ જોષીને વિસાવદર નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.
- પ્રવિણભાઈ રાઠોડને લાઠી નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.
- કનુભાઈ બારૈયાને શિહોરની નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.
- પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોરને બાવળા નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.
- વજેસિંહ પણદાને સંતરામપુર નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.
- ભીખાભાઈ રબારીને છોટા ઉદેપુર નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.
- ભરતભાઈ મકવાણાને કરમસદ નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.
- પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલને પારડી નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.