Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના 14 નવા કેસ, 5 લાખથી વધુ લોકોનું રસીકરણ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 171 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 171 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,066 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 171 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે. 166 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,066 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10079 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. વડોદરા કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3 , સુરત 3, અમરેલી 1, ગાંધીનગર કોર્પોરેશન 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1 કેસ સાથે કુલ 14 કેસ નોંધાયા છે.