શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને રસી અપાઇ?

રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 22  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4137 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો.

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,556 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 6,35,197 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 133 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 133 નાગરિકો સ્ટેબલ છે. 8,15,556 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય.  સુરત કોર્પોરેશનમાં 5, ભાવનગરમાં ત્રણ, અમદાવાદ કોર્પોરેશનમાં બે, ભાવનગર કોર્પોરેશનમાં બે, નવસારીમાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે, વલસાડમાં બે, જામનગરમાં એક, વડોદરામાં એક કોરોનાનો કેસ નોંધાયો છે.

રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 22  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4137 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 79013 નાગરિકોને રસીનો પ્રથમ અને 89,795 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 2,15,644 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 2,46,586 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 6,35,197 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,79,90,925 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ, અમરેલી,  આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,   બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન,   જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,   મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર,  રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર,  તાપીમાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયાAhmedabad Accident Case: ભાજપ નેતાનો નશેડી પુત્ર! સોલા બ્રિજ હિટ એન્ડ રનનો આરોપી નીકળ્યો BJP નેતાનો પુત્રVadodara News: વધુ એક ઢોંગી સાધુની કામલીલાનો પર્દાફાશ, વડોદરાની યુવતીનો જૂનાગઢના ગોવિંદગીરી પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
EPFOએ નવી ગાઈડલાઈન બહાર પાડી, આ કર્મચારીઓ આધાર વગર PFમાંથી પૈસા ઉપાડી શકશે
EPFOએ નવી ગાઈડલાઈન બહાર પાડી, આ કર્મચારીઓ આધાર વગર PFમાંથી પૈસા ઉપાડી શકશે
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
Embed widget