શોધખોળ કરો
Gujarat Corona Cases Update: રાજ્યમાં રિકવરી રેટ 89 ટકાને પાર, છેલ્લા 24 કલાકમાં 1137 લોકો કોરોનામાં પટકાયા
Gujarat Corona Cases 21 October 2020: રાજ્યમાં 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,140 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,62,985 પર પહોંચી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1137 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3663 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,215 એક્ટિવ કેસ છે, જ્યારે 1,45,107 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,140 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,62,985 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, બનાસકાંઠામાં 1, ભરૂચમાં 1, ગીર સોમનાથમા 1, સુરતમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 9 લોકોનાં મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં 169, અમદાવાદ કોર્પોરેશનમાં 165, વડોદરા કોર્પોરેશનમાં 77, સુરતમાં 70, રાજકોટ કોર્પોરેશનમાં 69, મહેસાણા 48, વડોદરા 41, જામનગર કોર્પોરેશન 40, રાજકોટ 35, ગાંધીનગર કોર્પોરેશન 29, કચ્છ અને પાટણમાં 26-26, જામનગરમાં 25, ભરૂચ અને દાહોદમાં 23-23, પંચમહાલ અને સાબરકાંઠામાં 22-22 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1180 દર્દી સાજા થયા હતા અને 52,986 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 55,32,522 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.03 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,38,809 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,38,553 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 256 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ વાંચો





















