શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાના નવા 1442 કેસ, 12ના મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 130391
આજે રાજ્યમાં 1442 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3396 પર પહોંચ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે. આજે રાજ્યમાં 1442 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3396 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16505 એક્ટિવ કેસ છે, જ્યારે110490 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 16413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 130391 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 1, સુરતમાં 1 સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 મળી કુલ 12 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 184, અમદાવાદ કોર્પોરેશનમાં 160, સુરતમાં 116, રાજકોટ કોર્પોરેશનમાં 111, જામનગર કોર્પોરેશનમાં 102, વડોદરા કોર્પોરેશનમાં 94, મહેસાણામાં 48, બનાસકાંઠામાં 41, વડોદરામા 40, રાજકોટમા 37, અમરેલી 34, પાટણ 34, કચ્છ 30, ભાવનગર કોર્પોરેશનમાં 29, સુરેન્દ્રનગરમાં 28, પંચમહાલ 27, ભરૂચ 26, મોરબી 25 અને ગાંધીનગરમાં 24 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1279 દર્દી સાજા થયા હતા અને 61912 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 41,10,186 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.74 ટકા છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion