શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: આજે રાજ્યમાં 993 દર્દીએ આપી કોરોનાને મ્હાત, નવા 971 કેસ નોંધાયા
Gujarat Corona Cases 9 November 2020: રાજ્યમાં હાલ 12,313 એક્ટિવ કેસ છે, જ્યારે 1,65,589 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોવિડ-19ના નવા 971 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3768 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,313 એક્ટિવ કેસ છે, જ્યારે 1,65,589 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,249 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,81,670 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 1 મળી કુલ 5 લોકોનાં કરૂણ મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 169, સુરત કોર્પોરેશનમાં 156, વડોદરા કોર્પોરેશનમાં 90, રાજકોટ કોર્પોરેશનમાં 59, મહેસાણામાં 45, વડોદરામાં 39, પાટણમાં 38, સુરતમાં 33, રાજકોટમાં 31, ગાંધીનગર કોર્પોરેશનમાં 23, બનાસકાઠાં-સુરેન્દ્રનગરમાં 21-21 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 993 દર્દી સાજા થયા હતા અને 51,789 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 65,19,943 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.15 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,99,703 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,99,613 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 90 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion