Gujarat Coronavirus: રાજ્યમાં કોરોનાએ વધારી ચિંતા, હવે યુવાનોમાં પણ જોવા મળી રહી છે આ ગંભીર અસર
માર્ચ-૨૦૨૧માં શરૂ થયેલી કોરોનાની નવી લહેરમાં યુવા વયના દર્દીઓ કોરોનાની ઝપેટમાં વધુ આવી રહ્યા છે. આ ઉપરાંત યુવા દર્દીઓની રિકવરીમાં પણ વધુ સમય લાગી રહ્યો છે. અગાઉ ના સમયે ઉંમરલાયક દર્દીઓને જ કોરોનાના કારણે શ્વાસની તકલીફ, ચક્કર આવવા તેમજ બ્લડપ્રેશરની તકલીફ થતી હતી. હવે નવી લહેરમાં યુવાન દર્દીઓને પણ આવી સમસ્યાઓ નડી રહી છે.
અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Cases) ખતરનાક રીતે વધી રહ્યું છે. તેમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હાલત અત્યંત ખરાબ છે. રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 17 હજાર 180 પોઝિટીવ કેસ (Corona Positive Cases) નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા 3280 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં 3 લાખ 24 હજાર 881 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી 3 લાખ 2 હજાર 932 લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે 4 હજાર 598 લોકોના મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં રસી
રાજ્યમાં અત્યાર સુધીમાં 78 લાખ 85 હજાર 630 લોકોને રસી (Corona Vaccine) આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 75 હજાર 777 લોકોને અપાયો રસીનો પ્રથમ ડૉઝ, જ્યારે 29 હજાર 886 લોકોને અપાયો રસીનો બીજો ડૉઝ આપવામાં આવ્યો છે.
હવે આ વયના દર્દીઓ પણ આવી રહ્યા છે ઝપેટમાં
કોરોનાની નવી લહેરે રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે. આ નવી લહેરનું સૌથી ગંભીર પરિબળ એ છે કે ૩૫ વર્ષની નીચેની વયના દર્દીઓ પર પણ આ વાયરસ ગંભીર અસરો કરી રહ્યો છે અને તેમની રિકવરી પણ ઘણો લાંબો સમય લાગી રહ્યો છે. ગત વર્ષના એપ્રિલમાં તેમજ દિવાળી (Diwali) સમયે આવેલી કોરોનાની લહેરમાં એવી પરિસ્થિતિ હતી કે કોમોર્બિડ વ્યક્તિઓ તેમજ સિનિયર સિટિઝનો પર કોરોના વાયરસ ગંભીર અસરો કરતો હતો. આ ઉપરાંત વધુ ઉંમરના વ્યક્તિઓ જ કોરોના સંક્રમિત થતા હતા. ૫૦ વર્ષની નીચેની વયના વ્યક્તિઓ અને ખાસ કરીને યુવાનો કોરોના સંક્રમિત થાય તો પણ તેમને સામાન્ય તાવ થયો હોય તેવી અસરો રહેતી હતી અને ચાર-પાંચ દિવસમાં તેઓ સાજા થઇ જતાં હતા.
કેવા લક્ષણો જોવા મળે છે
માર્ચ-૨૦૨૧માં શરૂ થયેલી કોરોનાની નવી લહેરમાં યુવા વયના દર્દીઓ કોરોનાની ઝપેટમાં વધુ આવી રહ્યા છે. આ ઉપરાંત યુવા દર્દીઓની રિકવરીમાં પણ વધુ સમય લાગી રહ્યો છે. અગાઉ ના સમયે ઉંમરલાયક દર્દીઓને જ કોરોનાના કારણે શ્વાસની તકલીફ, ચક્કર આવવા તેમજ બ્લડપ્રેશરની તકલીફ થતી હતી. હવે નવી લહેરમાં યુવાન દર્દીઓને પણ આવી સમસ્યાઓ નડી રહી છે. નિષ્ણાતોનો મત છે કે વાયરસનો નવો સ્ટ્રેઇન ઝડપથી રેપ્લિકેટ થાય છે એટલે કે ઝડપથી ફેલાય છે અને વધુ ક્ષમતાથી રોગપ્રતિકારક ક્ષમતા પર હુમલો કરે છે.
ગુજરાતમાં છેલ્લા 11 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
31 માર્ચ |
2360 |
9 |
30 માર્ચ |
2220 |
10 |
29 માર્ચ |
2252 |
8 |
28 માર્ચ |
2270 |
8 |
27 માર્ચ |
2276 |
5 |
કુલ કેસ અને મોત |
28,558 |
119 |