શોધખોળ કરો

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાની રોકેટ ગતિ, દર કલાકે 44થી વધુ લોકો થયા સંક્રમિત

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ ૧ હજારથી વધુ નોંધાયા હોય તેવું ૪ જૂન એટલે કે ૨૧૧ દિવસમાં પ્રથમવાર બન્યું છે. ૨૬ જુલાઇ બાદ પ્રથમવાર રાજ્યમાં સૌથી વધુ ૩૯૨૭ એક્ટિવ કેસ નોંધાયા છે.

Gujarat Corona Cases:  રાજ્યમાં ઓમિક્રોનની સાથે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લઈ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થવાનો ચિંતાજનક ક્રમ વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસે જારી રહ્યો છે.શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનોના ૧૦૬૯ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું છે. આમ, શુક્રવારની સરખામણીએ શનિવારે કોરોનાના દૈનિક કેસમાં ૬૫%નો વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ ૧ હજારથી વધુ નોંધાયા હોય તેવું ૪ જૂન એટલે કે ૨૧૧ દિવસમાં પ્રથમવાર બન્યું છે. ૨૬ જુલાઇ બાદ પ્રથમવાર રાજ્યમાં  સૌથી વધુ ૩૯૨૭ એક્ટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના ૪૦%થી વધુ કેસ માત્ર અમદાવાદમાં

ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ૧૦ દિવસમાં સમગ્ર રાજ્યમાંથી કુલ ૫૦૦ કેસ નોંધાતા હતા. જેની સરખામણીએ છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી જ નવા ૫૫૯ કેસ નોંધાયા છે. આમ, રાજ્યના ૪૦%થી વધુ કેસ માત્ર અમદાવાદમાંથી છે. સુરત શહેરમાંથી ૧૫૬-ગ્રામ્યમાંથી ૮ સાથે ૧૬૪, વડોદરા શહેરમાંથી ૬૧-ગ્રામ્યમાંથી ૬ સાથે ૬૭, રાજકોટ શહેરમાંથી ૪૧-ગ્રામ્યમાંથી ૨૦ સાથે ૬૧, આણંદ-ખેડામાંથી ૩૯, ગાંધીનગર શહેરમાંથી ૧૭-ગ્રામ્યમાંથી ૯ સાથે ૨૬, કચ્છમાંથી ૨૨, વલસાડમાંથી ૨૧, નવસારીમાંથી ૯, મોરબીમાંથી ૮, ભરૃચમાંથી ૭, જુનાગઢ શહેરમાંથી ૪-ગ્રામ્યમાંથી ૩ સાથે ૭, જામનગર શહેરમાંથી ૫-ગ્રામ્યમાંથી ૨ સાથે ૭, દાહોદ-સાબરકાંઠામાંથી ૬, અમરેલી-ભાવનગર શહેરમાંથી ૪, ગીર સોમનાથ-મહેસાણામાંથી ૩, તાપી-મહીસાગરમાંથી ૨ જ્યારે અરવલ્લી-બનાસકાંઠા-દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આમ, ૨૫ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે.

આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૮,૩૨,૮૦૧ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧ મૃત્યુ નવસારીમાં થયું છે. કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૧૧૯ છે. છેલ્લા ૨૪ કલાકમા ૧૦૩ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૮,૭૫૫ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૩૧% છે. રાજ્યમાં હાલ ૩૯૨૭ એક્ટિવ કેસ છે અને ૧૧ દર્દી વેન્ટિલેટર પર છે. ૨૫ ડિસેમ્બરે રાજ્યમાં ૮૩૭ એક્ટિવ કેસ હતા. આમ, એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં ૪૭૫%નો વધારો થયો છે.

હાલ અમદાવાદમાં સૌથી વધુ ૧૯૦૬, સુરતમાં ૬૧૩ દર્દી સારવાર હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૧,૫૨,૦૭૨ને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ કુલ રસીકરણનો આંક હવે ૮.૯૫ કરોડ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Embed widget