શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona Cases update : રાજ્યમાં આજે 1223 નવા કેસ નોંધાયા, વધુ 13 લોકોના મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1223 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4148 પર પહોંચ્યો છે.
![Gujarat Corona Cases update : રાજ્યમાં આજે 1223 નવા કેસ નોંધાયા, વધુ 13 લોકોના મોત Gujarat corona cases update 11 december 2020 1223 new case Gujarat Corona Cases update : રાજ્યમાં આજે 1223 નવા કેસ નોંધાયા, વધુ 13 લોકોના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/10013734/ahmebad-corona-test.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઈલ તસવીર
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1223 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4148 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13627 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,07,529 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 13556 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,25,3041 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 2, બનાસકાંઠા 1 પંચમહાલ 1 અને સુરતમાં 1 મળી કુલ 13 લોકોના કોરોનાથી મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 258, સુરત કોર્પોરેશનમાં 166, વડોદરા કોર્પોરેશનમાં 127, રાજકોટ કોર્પોરેશનમાં 96, વડોદરા 41, ગાંધીનગર 35, રાજકોટ 33, મહેસાણા 31, દાહોદ 30, ખેડા 29, સાબરકાંઠા 29, સુરત 28, અમરેલી 26, ભાવનગર કોર્પોરેશન 26, કચ્છ 24, ગાંધીનગર કોર્પોરેશન 21, જામનગર કોર્પોરેશન-21 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1403 દર્દી સાજા થયા હતા અને 60,523 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 85,53,164 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.11 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)