શોધખોળ કરો
Gujarat Corona Cases Update: કોરોનાએ ગતિ પકડી, 22 દિવસ બાદ ફરી 300ને પાર થયા કેસ
અંકુશમાં આવ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસની ગતિમાં વધારો થયો છે. રાજ્યમાં 22 દિવસ બાદ કોરોનાના કેસ 300થી વધારે નોંધાયો છે.

પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર: અંકુશમાં આવ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસની ગતિમાં વધારો થયો છે. રાજ્યમાં 22 દિવસ બાદ કોરોનાના કેસ 300થી વધારે નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 315 નવા કેસ નોંધાયા હતા જ્યારે 272 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં આજે કોરોનાથી એક મૃત્યુ થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં એક મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4406 પર પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.70 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 261281 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4406 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 1732 એક્ટિવ કેસ છે, જેમાંથી 30 લોકો વેન્ટિલેટર પર અને 1702 લોકો સ્ટેબલ છે.
આજે ક્યા કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 70, વડોદરા કોર્પોરેશમાં 59, સુરત કોર્પોરેશન 48, રાજકોટ કોર્પોરેશન 39, કચ્છ 10, વડોદરા 9, જામનગર કોર્પોરેશન 7, ખેડા 7, ગાંધીનગર કોર્પોરેશન 6, નર્મદા 6, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં 5-5 કેસ નોંધાયા હતા.
અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી
ગુજરાતમાં અત્યાર સુધી 8,13,582 લોકોને પ્રથમ ડોઝ અને 67,300 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ગુજરાત
Advertisement
