Gujarat Corona Cases Update: ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં નોંધાયા 954 કેસ
Gujarat Corona Update: ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 954 નવા કેસ નોંધાયા હતા જ્યારે 703 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 954 નવા કેસ નોંધાયા હતા જ્યારે 703 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોના મૃત્યુ થયું છે. બંને મતૃકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4427 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,70,658 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.65 ટકા પર પહોંચ્યો છે. હાલ 4966 એક્ટિવ કેસ છે, જેમાંથી 58 લોકો વેન્ટિલેટર પર અને 4908 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 263, અમદાવાદ કોર્પોરેશનમાં 241, રાજકોટ કોર્પોરેશનમાં 80, વડોદરા કોર્પોરેશનમાં 92, સુરતમનાં 29, ભરૂચમાં 26, વડોદરામાં 17, ખેડામાં 15, આણંદ-જામનગર કોર્પોરેશન-મહેસાણામાં14-14, ભાવનગર કોર્પોરેશન-ગાંધીનગર કોર્પોરેશનમાં 12-12, કચ્છ-પંચમહાલમાં 10-10 કેસ નોંધાયા હતા.
ક્યાં કેટલા લોકોએ આપી કોરોનાને મ્હાત ?
સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 146, વડોદરા કોર્પોરેશનમાં 72, રાજકોટ કોર્પોરેશનમાં 68, સુરતમાં 23, ભરૂચમાં 5, વડોદરામાં 22, ખેડામાં 8, આણંદમાં 32, જામનગર કોર્પોરેશનમાં 6, મહેસાણામાં 5, ભાવનગર કોર્પોરેશનનમાં 8, કચ્છમાં 26, પંચમહાલમાં 16 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
ક્યાં આજે ન નોંધાયો એક પણ કેસ
બોટાદમાં કોરોનાનો આજે એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે પોરબંદર-નવસારી-ગીર સોમનાથામાં 1-1, વલસાડ-તાપી-જુનાગઢ-દેવભૂમિ દ્વારકામાં 2-2, નર્મદા-જુનાગઢ કોર્પોરેશન-ભાનવગર-બનાસકાંઠા-અરવલ્લીમાં 3-3 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 22,15,092 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,42,941 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,72,313 લોકોને રસી આપવામાં આવી છે.
ગુજરાતમાં આવતીકાલથી સુરત સહિત અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે કોર્પોરેશનોને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલાં ભરવાની છૂટ આપી છે, ત્યારે સુરતમાં કોરોનાના કેસો અટકાવવા માટે સુરત કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.