શોધખોળ કરો
Coronavirus: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ, જાણા કયા જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 667 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4332 પર પહોંચ્યો છે.
![Coronavirus: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ, જાણા કયા જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ Gujarat corona cases update know which districts have not registered single case Coronavirus: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ, જાણા કયા જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/08032812/Gujarat-corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 667 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4332 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 8359 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,37,222 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 58 દર્દી વેન્ટીલેટર પર છે અને 8301 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં આજે ભાવનગર, પોરબંદર અને તાપીમાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નહોતા. વલસાડમાં, ડાંગ, બોટાદમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે પાટણ, નવસારી, મહિસાગર, અરવલ્લી અને અમરેલીમાં 2-2 કેસ નોંધાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)