Gujarat Coronavirus: ગુજરાતનાં છ મોટાં શહેરોમાં ચૂંટણી પછી દૈનિક કોરોના કેસોમાં 8 ગણો સુધી વધારો, આંકડા જાણીને લાગી જશે આઘાત
Gujarat Coronavirus Update: રાજ્ય સરકાર દ્વારા અપાયેલા આંકડા પ્રમાણે જ 6 મહાનગરોમાં કોરોના સંક્રમણમાં જોરદાર વદારો થયો છે. આ આંકડા પ્રમાણે અમદાવાદમાં 23 ફેબ્રુઆરીએ 69 કેસ નોંધાયા હતા જે એક મહિનામાં એટલે કે 23 માર્ચના રોજ વધીને 502 પર પહોંચ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના વધેલા કેસો માટે ચૂંટણી જવાબદાર નથી એવી વાત ગુજરાતના મુખ્યમંત્રી કરે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ જ રાગ આલાપ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા જ અપાયેલા કોરોનાના કેસના આંકડા જુદું જ ચિત્ર રજૂ કરે છે.
ગુજરાત સરકાર દ્વારા અપાયેલા આંકડા પ્રમાણે છેલ્લા એક મહિનામાં એટલે કે ચૂંટણીનાં પરિણામ પહેલાં અને ચૂંટણીના પરિણામ બાદ કોરોનાના કેસોમાં છ મહાનગરોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આ પૈકી અમદાવાદ અને સુરતમાં તો ચૂંટણીનાં પરિણામ પહેલાં નોંધાતા હતા તેના કરતાં 7-8 ગણા કેસ નોંધાઈ રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા અપાયેલા આંકડા પ્રમાણે જ 6 મહાનગરોમાં કોરોના સંક્રમણમાં જોરદાર વધારો થયો છે. આ આંકડા પ્રમાણે અમદાવાદમાં 23 ફેબ્રુઆરીએ 69 કેસ નોંધાયા હતા જે એક મહિનામાં એટલે કે 23 માર્ચના રોજ વધીને 502 પર પહોંચ્યા છે. સુરતમાં 23 ફેબ્રુઆરીએ 61 કેસ નોંધાયા હતા જે એક મહિનામાં એટલે કે 23 માર્ચના રોજ વધીને 476 પર પહોંચ્યા છે. વડોદરામાં 23 ફેબ્રુઆરીએ 67 કેસ નોંધાયા હતા જે એક મહિનામાં એટલે કે 23 માર્ચના રોજ વધીને 142 પર પહોંચ્યા છે. રાજકોટમાં 23 ફેબ્રુઆરીએ 44 કેસ નોંધાયા હતા જે એક મહિનામાં એટલે કે 23 માર્ચના રોજ વધીને 117 પર પહોંચ્યા છે જ્યારે જામનગરમાં 23 ફેબ્રુઆરીએ 8 કેસ નોંધાયા હતા જે એક મહિનામાં એટલે કે 23 માર્ચના રોજ વધીને 23 પર પહોંચ્યા છે. ભાવનગરમાં 23 ફેબ્રુઆરીએ 4 કેસ નોંધાયા હતા જે એક મહિનામાં એટલે કે 23 માર્ચના રોજ વધીને 18 પર પહોંચ્યા છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
મંગળવારે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. મંગળવારે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34,94,277 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,09,464 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,25,555 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,14,172 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
Coronavirus Cases Today: લોકડાઉનનું એક વર્ષ, 24 કલાકમાં 47 હજારથી વધુ કેસ અને 275નાં મોત થતાં ફફડાટ