(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: 19 વર્ષીય યુવતીએ 4 વેપારી સાથે કાર-ગેસ્ટ હાઉસમાં બાંધ્યા શરીર સંબંધ ને પછી...........જાણો એક ખતરનાક ખેલ વિશે......
મહિલા ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ડિસમીસ કરાયેલા કોન્સ્ટેબલ અને વસ્ત્રાલમાં રિંગ રોડ પર યોગીરાજ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ નાથાલાલ મોદી (58), ગીતા મંદિર રોડ પર આશુતોષ એપાર્ટમેન્ટમાં રહેતા બિપીનભાઈ શનાભાઈ પરમાર તથા અમરાઈવાડીમાં બળિયાદેવના મંદિર પાસે નચલો વાસમાં રહેતી 19 વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. આરોપી બિપીન પરમાર વ્યવસાયે વકીલ છે.
અમદાવાદઃ એક યુવતીએ રબારી કોલોની વિસ્તારમાં રહેતા બિઝનેસમેન સાથે ફેસબુક પર મિત્રતા કેળવીને તેને વટવા બ્રિજ પાસે મળવા બોલાવ્યો હતો. વેપારી સાથે યુવતીએ કારમાં શરીર સુખ માણ્યું હતું. એ પછી યુવતી વેપારીને અસલાલીના ગેસ્ટ હાઉસમાં લઈ ગઈ હતી અને તેની સાથે શરીર સુખ માણ્યું હતું.
બીજા દિવસે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનો મહીલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતાં ગભરાયેલા વેપારીએ પાંચ લાખ રૂપિયામાં સમાધાન કર્યું હતું. આ વેપારીને પછીથી પોતે ફસાયો હોવાની ખબર પડતાં તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસને આ પ્રકારની બીજી પણ ચાર અરજી મળતાં પોલીસે તપાસ કરતાં આખી ગેંગ પકડાઈ છે. પોલીસે આ કેસમાં 19 વર્ષની યુવતી અને ડિસમિસ કરાયેલા કોન્સ્ટેબલ સહિત ત્રણની ઝરપકડ કરી છે. આ કેસમાં અન્ય આરોપીઓ ફરાર છે.
મહિલા ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ડિસમીસ કરાયેલા કોન્સ્ટેબલ અને વસ્ત્રાલમાં રિંગ રોડ પર યોગીરાજ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ નાથાલાલ મોદી (58), ગીતા મંદિર રોડ પર આશુતોષ એપાર્ટમેન્ટમાં રહેતા બિપીનભાઈ શનાભાઈ પરમાર તથા અમરાઈવાડીમાં બળિયાદેવના મંદિર પાસે નચલો વાસમાં રહેતી 19 વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. આરોપી બિપીન પરમાર વ્યવસાયે વકીલ છે.
જીતેન્દ્ર ઉર્ફે જીતુ ફેસબુકમાં અલગ અલગ છોકરીઓનાં નામથી ફેક એકાઉન્ટ બનાવતો અને વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ચેટીંગ શરૂ કરતો હતો. ત્યાર બાદ તે 19 વર્ષની આરોપી યુવતી સાથે ફોન પર વાત કરાવતો હતો. યુવતી મીઠી મીઠી વાતમાં ભોળવીને વેપારીઓને મળવા બોલાવતી હતી. તેમની સાથે કારમાં શરીર સુખ માણતી ને પછી હોટેલમાં લઈ જઈને એકાંતની પળો માણતી હતી. બાદમાં તે વેપારી વિરૂધ્ધ બળાત્કાર કે શારિરીક અડપલા જેવા ગંભીર આક્ષેપો કરતી અરજી કરી તેમને ડરાવી ધમકાવી રકમ પડાવતી હતી.
આ અરજી કર્યા બાદ સામાવાળાને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે ત્યારે જીતુ, યુવતી અને બિપીન ઉપરાંત ફરાર આરોપીઓ ભેગા મળીને પોલીસ સ્ટેશન જતા હતા. સામેવાળાના બહેન-બનેવીની ઓળખ આપીને આરોપી જીતેન્દ્ર પોલીસ તરીકેની ઓળખ આપતો હતો. બિપીન વકીલ તરીકે મધ્યસ્થી કરીને પોક્સો અને બળાત્કાર જેવા ગંભીર આક્ષેપોમાં ફસાવાની ધમકી આપીને ડરાવતા હતા. આ પ્રકારે તેમણે ચાર જણાને હની ટ્રેપમાં ફસાવીને મોટી રકમ પડાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
Coronavirus Cases Today: લોકડાઉનનું એક વર્ષ, 24 કલાકમાં 47 હજારથી વધુ કેસ અને 275નાં મોત થતાં ફફડાટ