Gujarat Day 2023 Live: PM મોદીએ પાઠવી ગુજરાત સ્થાપના દિવસની શુભકામના
Gujarat Day 2023: આજે ગુજરાત સ્થાપના દિવસની થઈ રહી છે ઉજવણી.

Background
Gujarat Day 2023: 1લી મે, 2023ના દિવસે ગુજરાતનો સ્થાપના દિવસ છે, અને આ પ્રસંગે આ વખતે રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવશે. આ વખતે રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી જામનગરમાં કરવામાં આવશે. 1 મેના રોજ જામનગર ખાતે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પણ હાજર રહેશે. જામનગર ખાતે આ ઉજવણીને લઇને ટાઉનહોલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી પરેડ યોજાશે, પેલેસ ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પ્રદર્શન અને લોકાર્પણનું ખાત મુહૂર્ત સહિતના કાર્યક્રમો યોજાશે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
ગુજરાતી હોવાનું ગૌરવ હોવું જોઈએઃ એડવોકેટ જનરલ
ગુજરાત સ્થાપના દિવસે abp asmita સંવાદદાતા એ રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેમણે કહ્યું, દેશ નિર્માણમાં ગુજરાતીઓનો ફાળો મહત્વનો રહેલો છે. આઝાદીની લડાઈ હોય કે બંધારણની રચનાની વાત હોય કે પછી માતૃભાષાના ગૌરવ ની વાત હોય. સંસ્કૃતિની જાળવણીના મુદ્દા હોય કે વિકાસની કામગીરી ના મુદ્દા હોય, ગુજરાતીઓ એ હંમેશા દેશ માટે મહત્વની કામગીરીઓ કરી છે.