Nitin Patel tests Covid positive: નીતિન પટેલ થયા કોરોનાથી સંક્રમિત, બે દિવસથી સતત અમિત શાહની સાથે હતા હાજર
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 900 બેડની કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ (Gujarat Corona Cases) અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 4 જ દિવસમાં 50 હજારથી વધુ કેસ અને 500 લોકોના મોત થયા છે. નીતિન પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આજે ગાંધીનગરના કોલવડા આયુર્વેદ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ ગૃહમંત્રી અમિત શાહ અને વિજય રૂપાણીની સાથે હતા. તેઓ સતત બે દિવસથી ગૃહમંત્રી અને મુખ્યમંત્રીની સાથે હતા.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, શરૂઆતના પ્રાથમિક લક્ષણો જણાયા બાદ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જે પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 900 બેડની કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં જ કોરોનાની પરિસ્થિતિ અંગે મહત્વની બેઠક યોજાઈ હતી. તો આજે તેઓ ગાંધીનગરના કોલવડા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં PSA ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું હતું. અહીં પણ અમિત શાહની સાથે નીતિન પટેલ અને રૂપાણી સાથે હતા.
છેલ્લા 4 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
23 એપ્રિલ |
13804 |
142 |
22 એપ્રિલ |
13015 |
137 |
21 એપ્રિલ |
12553 |
125 |
20 એપ્રિલ |
12206 |
121 |
કુલ |
51,578 |
525 |
ગુજરાતમાં કોરોનાની શું છે સ્થિતિ
શુક્રવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 13,804 કેસ નોંધાયા હતા અને 142 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક મૃત્યુઆંક 6019 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 5618 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 100128 પર પહોંચ્યો છે. જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.30 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,15,310 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,86,321 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 1,10,01,631 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.