શોધખોળ કરો

ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?

Gujarat District Panchayat Results 2026: કુલ 1090 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવતા 34 માંથી 33 જિલ્લા પંચાયતોમાં બહુમતી મેળવીને કેસરિયો લહેરાવી દીધો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતની 34 જિલ્લા પંચાયતોમાંથી 33 પર ભાજપે મેળવી બહુમતી.
  • નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી (AAP) ના ફાળે ગઈ.
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો દબદબો, પોરબંદર-બોટાદ ક્લીન સ્વીપ.
  • દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ભાજપનો વિજય, ઉત્તરમાં કોંગ્રેસે થોડી ટક્કર આપી.

Gujarat District Panchayat Results 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોનું ચિત્ર હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. ખાસ કરીને જિલ્લા પંચાયતોની વાત કરીએ તો, કુલ 1090 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવતા 34 માંથી 33 જિલ્લા પંચાયતોમાં બહુમતી મેળવીને કેસરિયો લહેરાવી દીધો છે. પરંતુ આ ચૂંટણીનો સૌથી મોટો ઉલટફેર નર્મદામાં જોવા મળ્યો છે, જ્યાં 1 જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી (AAP) ના ફાળે ગઈ છે અને કોંગ્રેસની હાલત તો આખા રાજ્યમાં ખૂબ જ કફોડી બની ગઈ છે. ચાલો ઝોન વાઇઝ જાણીએ કે ક્યાં કોને કેટલી બેઠકો મળી અને કેવો રહ્યો જનતાનો મિજાજ.

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનની વાત કરીએ તો, અહીં ગામેગામ ભાજપનો પૂરો દબદબો જોવા મળ્યો છે. પોરબંદરની તમામ 18 અને બોટાદની તમામ 20 બેઠકો ભાજપે કબ્જે કરીને ક્લીન સ્વીપ કર્યું છે. આ ઉપરાંત કચ્છમાં 38 માંથી 34, રાજકોટમાં 36 માંથી 34, અને ભાવનગરમાં 40 માંથી 35 બેઠકો સાથે ભાજપે ભવ્ય જીત મેળવી છે. જોકે, જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ 7 બેઠકો જીતીને સૌને ચોંકાવી દીધા છે. અમરેલી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જેવી જગ્યાએ પણ 'આપ'એ પોતાનું ખાતું ખોલાવ્યું છે, જ્યારે કોંગ્રેસ ગીર સોમનાથમાં 6 અને મોરબીમાં 7 બેઠકો પૂરતી જ સીમિત રહી ગઈ છે.

દક્ષિણ અને ઉત્તર ગુજરાતના આંકડા પર નજર કરીએ તો, સુરતમાં 36 માંથી 35 બેઠકો જીતીને ભાજપે વિપક્ષને સાફ કરી દીધો છે. વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં પણ કમળ જ ખીલ્યું છે, જોકે તાપીમાં કોંગ્રેસને 8 બેઠકો ચોક્કસ મળી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા (48 માંથી 32), પાટણ (32 માંથી 19) અને અરવલ્લી (30 માંથી 18) માં કોંગ્રેસે થોડી ટક્કર આપી છે, પણ સત્તા તો છેવટે ભાજપના જ હાથમાં રહી છે. મહેસાણા (42 માંથી 38), ગાંધીનગર અને વાવ-થરાદમાં પણ ભાજપે જંગી બહુમતી મેળવી લીધી છે.

મધ્ય ગુજરાતના પરિણામો આ ચૂંટણીમાં સૌથી વધુ રસપ્રદ રહ્યા છે. અહીં નર્મદા જિલ્લા પંચાયતની 22 માંથી 15 બેઠકો જીતીને 'આપ'એ સીધી સત્તા કબ્જે કરી લીધી છે, જ્યારે ભાજપને અહીં માત્ર 7 બેઠકો મળી છે. આ ઉપરાંત છોટા ઉદેપુરમાં પણ 'આપ'એ 13 બેઠકો જીતીને ભાજપ (19 બેઠકો) ને જોરદાર ટક્કર આપી છે. દાહોદ અને ભરૂચમાં પણ 'આપ'એ અનુક્રમે 6 અને 5 બેઠકો જીતીને પોતાનો પગપેસારો કર્યો છે. આ સિવાયના અમદાવાદ (34 માંથી 32), વડોદરા (34 માંથી 32), ખેડા, આણંદ, પંચમહાલ અને મહીસાગર જેવા જિલ્લાઓમાં ભાજપે એકતરફી જીત મેળવીને કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતથી પીએમ મોદી ગદગદ: કમલમમાં ભવ્ય ઉજવણી, નેતાઓએ માન્યો આભાર

Frequently Asked Questions

ગુજરાત જિલ્લા પંચાયત ચૂંટણી 2026 માં કઈ પાર્ટીએ સૌથી વધુ જીત મેળવી છે?

આ ચૂંટણીમાં ભાજપે 34 માંથી 33 જિલ્લા પંચાયતોમાં બહુમતી મેળવીને સૌથી વધુ જીત હાંસલ કરી છે.

નર્મદા જિલ્લા પંચાયત ચૂંટણીનું પરિણામ શું રહ્યું?

નર્મદા જિલ્લા પંચાયતની 22 માંથી 15 બેઠકો આમ આદમી પાર્ટી (AAP) એ જીતી છે, જ્યારે ભાજપને માત્ર 7 બેઠકો મળી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં કઈ પાર્ટીનો દબદબો રહ્યો?

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં ભાજપનો પૂરો દબદબો જોવા મળ્યો, જ્યાં પોરબંદર અને બોટાદની તમામ બેઠકો ભાજપે જીતી.

આ ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ કેવી રહી?

આ ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ કફોડી રહી છે અને મોટાભાગના જિલ્લાઓમાં તેમનું પ્રદર્શન નબળું રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget