શોધખોળ કરો

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતથી પીએમ મોદી ગદગદ: કમલમમાં ભવ્ય ઉજવણી, નેતાઓએ માન્યો આભાર

સ્થાનિક ચૂંટણીમાં પ્રચંડ જીત બદલ પીએમ મોદી અને સીએમનો આભાર; વિરોધીઓને જનતાએ આપ્યો વળતો જવાબ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાજપે ગુજરાત સ્થાનિક ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી.
  • PM મોદીએ કહ્યું, ગુજરાત-ભાજપનો સંબંધ વધુ ગાઢ બન્યો.
  • CMએ કહ્યું, જનતાએ નકારાત્મકતા ફેલાવનારાઓને જાકારો આપ્યો.
  • કમલમ ખાતે ઉજવણી, હર્ષ સંઘવીએ કાર્યકર્તાઓને શ્રેય આપ્યો.

Gujarat local body election results 2026: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક અને પ્રચંડ જીત હાંસલ કરી છે. આ ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજ્યના ટોચના નેતાઓએ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. જંગી જનસમર્થન મળતા ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. અહીં મુખ્યમંત્રીથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધીના નેતાઓએ જીતની ભવ્ય ઉજવણી કરી હતી અને જનતાના વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરવાની સાથે વિપક્ષ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું- 'ગુજરાત અને ભાજપનો સંબંધ વધુ અખંડ બન્યો'

આ શાનદાર જીત પર ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીએ જનતાનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બની ગયો છે. આ પ્રચંડ જનાદેશ અને જનસમર્થન માટે હું ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. ગુજરાતના લોકોએ ફરી એકવાર સુશાસનની રાજનીતિ પર પોતાનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વર્ષોથી ભાજપના અવિરત પરિશ્રમને જનતાએ જે રીતે આશીર્વાદ આપ્યા છે, તે જોતા હું ખાતરી આપું છું કે અમે ભવિષ્યમાં પણ વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કામ કરતા રહીશું.

નકારાત્મકતાને જનતાએ નકારી: મુખ્યમંત્રી

રાજ્યના મુખ્યમંત્રીએ પણ મતદારોનો આભાર માનતા જણાવ્યું કે, ગુજરાતના લોકોએ નકારાત્મકતા ફેલાવનારાઓને જાકારો આપીને ભાજપ પર પૂરો વિશ્વાસ મૂક્યો છે. સમગ્ર રાજ્યમાંથી મળેલું આ વ્યાપક સમર્થન એ વાતની સાબિતી છે કે ભાજપના કાર્યકર્તાઓએ હંમેશા લોકોના પ્રશ્નો અને વાતને વાચા આપી છે. બીજી તરફ, મંત્રી જગદીશ વિશ્વકર્માએ કટાક્ષ કરતા કહ્યું કે, વિકાસની રાજનીતિ પર જનતાને પૂરો ભરોસો છે. કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે. કોંગ્રેસે ગુજરાતને બદનામ કરવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ હવે વિરોધ પક્ષના લોકો પોતાના બિસ્તરા-પોટલા બાંધીને માદરે વતન જવા રવાના થઈ ગયા છે.

કમલમમાં ઉજવણી, હર્ષ સંઘવીએ હાથ જોડી માન્યો આભાર

ઐતિહાસિક જીતની ઉજવણી કરવા માટે પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ બે હાથ જોડીને નાગરિકોનો આભાર માનતા કહ્યું કે, પક્ષના લાખો કાર્યકર્તાઓની અથાક મહેનતનું આ પરિણામ છે. યોગ્ય સમયે જનતાએ વ્યાજ સાથે વિરોધીઓને જડબાતોડ જવાબ આપી દીધો છે. આજે રાજ્યના ખૂણેખૂણે કમળ ખીલ્યું છે અને તેનાથી આપણું આ સહકુટુંબ વધુ મજબૂત બન્યું છે.

આ પણ વાંચોઃ સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ

Frequently Asked Questions

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કયા પક્ષે પ્રચંડ જીત મેળવી છે?

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ઐતિહાસિક અને પ્રચંડ જીત હાંસલ કરી છે.

આ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું કે ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો છે અને જનતાએ સુશાસન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રીએ આ જીત અંગે શું નિવેદન આપ્યું?

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતની જનતાએ નકારાત્મકતા ફેલાવનારાઓને નકારીને ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે.

ચૂંટણી પરિણામો બાદ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે કેવો માહોલ જોવા મળ્યો?

જંગી જનસમર્થન મળતા ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં નેતાઓએ ઉજવણી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય: હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી
ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય: હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી
Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Embed widget