શોધખોળ કરો
Advertisement
ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને હવે આ રીતે મોકલાશે પ્રમાણપત્ર, જાણો
કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે એક મહત્વનો નિર્ણય કર્યો છે.
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે એક મહત્વનો નિર્ણય કર્યો છે.
હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ માર્કશીટ માટે ક્યાંય જવું નહીં પડે. બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાથી સ્પીડ પોસ્ટ મારફતે માર્કશીટ અને પ્રમાણપત્ર તેમના ઘરે પહોચી જશે.
કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી અને વાલીને બોર્ડની કચેરીમાંથી કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપવામાં આવશે નહીં. કોરોનામાં વિદ્યાર્થીઓ ભેગા ન થાય તે માટે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના પુરક પરીક્ષાના પરિણામનાં ગુણપત્રક અને પ્રમાણપત્ર સ્પીડ પોસ્ટથી બોર્ડ દ્વારા મોકલી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ પ્રમાણપત્ર માટે GSEBની વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion