શોધખોળ કરો

ગુજરાતમાં હવે LC અને જન્મ પ્રમાણપત્રમાં અટક ફરજિયાત પાછળ લખાશે: શિક્ષણ વિભાગનો પરિપત્ર!

જૂન ૨૦૨૫થી અમલ: APAAR ID, આધાર અને LC માં નામની એકરૂપતા જાળવવા સૂચના; જન્મ અને મરણ પ્રમાણપત્રોમાં પણ સમાન પેટર્ન લાગુ.

Gujarat surname change circular: ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, જૂન ૨૦૨૫ થી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં બાળકોને આપવામાં આવતા શાળા છોડ્યાના પ્રમાણપત્ર (School Leaving Certificate   LC) માં અને નવા પ્રવેશ લેતા બાળકોના જનરલ રજિસ્ટરમાં હવેથી બાળકનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ ફરજિયાતપણે કરવો પડશે. આ નિર્ણય APAAR ID ની કામગીરી અને આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેપિંગની ચાલી રહેલી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી તમામ દસ્તાવેજોમાં નામની એકરૂપતા જળવાઈ રહે.

જન્મ મરણ પ્રમાણપત્રોમાં પણ સમાનતા

ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પણ જન્મ અને મરણ નોંધણી એકમો પર એકસૂત્રતા જળવાઈ રહે તે માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જન્મ અને મરણ પ્રમાણપત્રોમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ, ત્યાર પછી મિડલ નેમ (એટલે કે પિતા/માતા અથવા પતિનું નામ) અને છેલ્લે અટક લખવાની રહેશે.

નામકરણનો નિયમ કેમ બદલાયો?

અગાઉ આ પ્રકારની કોઈ ચોક્કસ માર્ગદર્શિકા ન હોવાને કારણે લોકો જન્મ મરણના દાખલા અને આધારકાર્ડમાં પોતાની રીતે નામ કે અટક લખાવતા હતા. આના કારણે સરકારને આઈડી અપડેટ કરવામાં અને ડેટા લિંક જનરેટ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને દૂર કરવા માટે હવેથી તમામ દસ્તાવેજોમાં નામ લખવાની એકસરખી પેટર્ન લાગુ કરવામાં આવી છે.

'યુનિફોર્મ નામકરણ પોલિસી' નો અમલ

આ નવા નિયમો હેઠળ, બાળકના પિતા અને માતાની કોલમમાં પણ સૌ પ્રથમ નામ, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી મહાનગરપાલિકાઓ દ્વારા ઇશ્યુ થતા જન્મ મરણના પ્રમાણપત્રોમાં નામ અને સરનેમ પહેલાં લખવા મામલે ઊભી થતી મૂંઝવણ અને ફરિયાદોનો અંત આવશે. આને 'યુનિફોર્મ સિવિલ કોડ'ની જેમ 'યુનિફોર્મ નામકરણ પોલિસી' તરીકે પણ જોઈ શકાય છે.

આધારકાર્ડમાં ફેરફાર અંગે સ્પષ્ટતા

આધારકાર્ડમાં પણ નવા નિયમો મુજબ નામની પેટર્ન અપનાવવી પડશે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે જે લોકો પાસે જૂની સિસ્ટમવાળા આધારકાર્ડ છે, તેમણે અત્યારે કોઈ સુધારો કે ફેરફાર કરવાની જરૂર નથી. પરંતુ, જ્યારે ભવિષ્યમાં આધારકાર્ડમાં કોઈ ફેરફાર કરવાનો થાય અથવા નવું આધારકાર્ડ કઢાવવાનું થાય, ત્યારે આ નવી સિસ્ટમનું પાલન કરવું પડશે. એટલે કે, નવું નામ, ત્યાર બાદ પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની સૂચના અમલમાં આવશે.

જન્મ મરણના કોમ્પ્યુટરાઈઝ્ડ પ્રમાણપત્ર માટે ઈ ઓળખ ગુજરાત સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જેનું URL crs.guj.nic.in છે. જેના આઈડી પાસવર્ડ જે તે જિલ્લાના NIC ઓફિસર આપશે. બાળકના જન્મના ૨૧ દિવસ પછી જન્મનું પ્રમાણપત્ર કઢાવી લેવું ફરજિયાત છે. આ નિયમોનો હેતુ દસ્તાવેજોમાં એકરૂપતા અને પારદર્શિતા લાવવાનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
Iran Protests: મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ આક્રોશ, ઈરાનમાં રસ્તા પર ઉતર્યા લોકો
Iran Protests: મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ આક્રોશ, ઈરાનમાં રસ્તા પર ઉતર્યા લોકો
Embed widget