Gujarat Election 2022: ભાજપના ઉમેદવારોની આજે યાદી થશે જાહેર, 30થી વધુ નવા ચહેરાઓને આપી શકે છે તક
આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર થશે

Gujarat Assembly Election 2022: આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર થશે. વડાપ્રધાન મોદી, અમિત શાહની અધ્યક્ષતામાં ગઇકાલે મોડી રાત સુધી આ અંગે મંથન કરવામાં આવ્યું હતું. સૂત્રોના મતે ભાજપ આ વખતે 25 ટકાથી વધુ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપ રૂપાણી સરકારના અનેક મંત્રીઓની ટિકિટ કાપી શકે છે.
PM Modi, Shah attend BJP CEC meeting to finalize candidates for Gujarat polls
— ANI Digital (@ani_digital) November 9, 2022
Read @ANI Story | https://t.co/e1tHjH8pPU#PMModi #Gujaratpolls pic.twitter.com/Ow1GdKY0ga
માનવામાં આવી રહ્યું છે કે 22 મંત્રીઓમાંથી ભાજપ 15થી વધુ ધારાસભ્યોની ટિકિટ બદલી શકે છે. એટલું જ નહીં, વિજય રૂપાણી અને નીતિન પટેલે જાહેરાત કરી છે કે તેઓ વિધાનસભાની ચૂંટણી નહીં લડે. ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ વિધાનસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. છેલ્લી ચૂંટણીમાં હારેલા 83 ઉમેદવારોમાંથી પણ ભાજપ 30થી વધુ નવા ચહેરાઓ પર ભરોસો મુકી શકે છે.
સત્તા વિરોધી લહેરથી બચવા ભાજપની રણનીતિ શું છે?
ભાજપે અગાઉ દિલ્હી એમસીડી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સત્તા વિરોધી લહેરને કાબુમાં લેવા માટે તમામ નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. જેનો ફાયદો ભાજપને પણ મળ્યો. આવો જ પ્રયોગ ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર કરીને કરવામાં આવ્યો હતો.
હર્ષ સંઘવી (મજુરા) સંગીતા પાટીલ (લિંબાયત), હેમાલી બોઘાવાલા (સુરત પશ્ચિમ) મુકેશ પટેલ (ઓલપાડ), સંદીપ દેસાઈ (ચોર્યાસી) અને પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલને (ઉધના) ટિકિટ મળી શકે છે. જ્યારે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, જામનગરના સાંસદ પૂનમ માડમ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી શકે છે. જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલને વિરમગામથી વિધાનસભાની ટિકિટ આપવામાં આવશે. બીજી તરફ ભાજપ રાધનપુરથી અલ્પેશ ઠાકોરને વિધાનસભાની ટિકિટ આપશે.
કયા નેતાઓની ટિકિટ કપાઈ શકે છે?
વિજય રૂપાણીના કેબિનેટ મંત્રી ગણપતિ વસાવા, પ્રદીપસિંહ જાડેજા (ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી) અને દિલીપ ઠાકોરની ટિકિટ કપાઈ શકે છે. પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમારની ટિકિટ પણ કપાઈ શકે છે. વર્તમાન કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, ધારાસભ્ય ઝંખના પટેલ અને ધારાસભ્ય ઝાલા વાડિયાને પણ ટિકિટ આપવામાં આવી શકે છે.





















