(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022 : ભાજપની ઉમેદવારી પસંદગીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો વિગત
ગુજરાતમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. ત્યારે હવે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.ભાજપ આવતી કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરશે.
Gujarat Election 2022 : ગુજરાતમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. ત્યારે હવે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ભાજપ આવતી કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરશે. 33 જિલ્લા અને 8 મહાનગરોના નિરક્ષકોની યાદી જાહેર થશે .
મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ નો નિરીક્ષક તરીકે સમાવેશ થશે.
27 થી 29 ઓક્ટોબર નિરીક્ષકો વિધાનસભા ચૂંટણીના દાવેદારોને સાંભળશે. ત્રણ દિવસ દરમિયાન બેઠકોના દાવેદારોના બાયોડેટા સ્વીકારશે. પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં નિરીક્ષકોનો રિપોર્ટ રજુ કરાશે. તેમજ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની પહેલી બેઠક મળી શકે છે.
PM Modi Gujarat Visit : નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરે આવી શકે છે વડોદરા
PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 30 ઓક્ટોબરના રોજ વડોદરામાં સંભવિત કાર્યક્રમ છે. સંસ્કારી નગરી વડોદરામાં ઉદ્યોગકારોનું રોકાણ થાય તે માટે ચર્ચા કરાશે. ખાનગી કંપની દ્વારા લેપ્રસી મેદાન ખાતે તૈયારીઓ હાથ ધરાઈ છે. 6 હજાર સ્કવેર ફૂટનો ડોમ બંધાશે. 5 હજાર ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરશે તેવી સંભાવના છે.
પક્ષના બેનર વગર ઉદ્યોગપતિઓનો કાર્યક્રમ યોજાઇ શકે છે. મીની જીઈબી સબ સ્ટેશન પણ ઉભું કરાશે. આજવા રોડ ના લેપ્રસિ મેદાન ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
દિલ્હીમાં નરેશ પટેલની PM સાથેની બેઠકમાં ક્યા પાટીદાર નેતાએ ભજવી સેતુરૂપ ભૂમિકા ? જાણો વિગત
Delhi News: ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે શનિવારે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. નરેશ પટેલ સાથે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીએ પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત રાજકીય ન હોવાની વાત નરેશ પટેલ કહી રહ્યા છે. દિલ્હીમાં પીએમ સાથે નરેશ પટેલની બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સેતુરૂપ ભૂમિકા ભજવી હતી. નરેશ પટેલ અને ખોડલધામના ટ્રસ્ટીઓ ની બેઠકમાં મનસુખ માંડવીયા સાથે રહ્યા હતા. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સાથે ધનીષ્ઠ સબંધ છે. વિધાનસભા ચૂંટણી પહેલા લેઉવા પાટીદાર નેતાઓની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતને લઈને સૌરાષ્ટ્રમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે.
બીજી તરફ પીએમ મોદી ખોડલધામની મુલાકાત લઈ શકે છે. જેના આમંત્રણને લઇને ચર્ચા થઈ હોય તેવી અટકળો ચાલી રહી છે. આ ઉપરાંત રમેશ ટીલાળાએ પણ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.