Gujarat Election 2022 : કોંગ્રેસ અંબાજી માતાના દર્શન કરી ઉત્તર ગુજરાતમાં પ્રચારની કરશે શરૂઆત
મિશન 2022 માટે કોંગ્રેસે પ્રચાર તેજ કર્યો છે. કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત આવતીકાલથી કરશે. પ્રભારી ડો. રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર જનસભા સંબોધશે.
અમદાવાદઃ મિશન 2022 માટે કોંગ્રેસે પ્રચાર તેજ કર્યો છે. કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત આવતીકાલથી કરશે. પ્રભારી ડો. રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર જનસભા સંબોધશે. અંબાજી માતાના દર્શન કરીને પ્રચારના શ્રીગણેશ કરશે. આવતીકાલે અંબાજી ખાતે કોંગ્રેસની જનસભા યોજશે. જનસભા બાદ યુથ કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રાનો બંને નેતા પ્રારંભ કરાવશે. બનાસકાંઠા જિલ્લાના દાવેદારોની સુનાવણીમાં પણ બંને નેતાઓ ઉપસ્થિત રહેશે.
Gujarat Andolan : સરકાર સાથે બેઠક પછી કયા આંદોલનનો આવ્યો સુખદ અંત, કયા પ્રશ્નોનું થયું નિરાકરણ?
સુરતઃ ગુજરાતમાં એસટી વિભાગ દ્વારા 22મી તારીખે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે, એસટી બસોના પૈડા થંભી જાય તે પહેલા જ સરકાર એલર્ટ થઈ હતી અને આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરી હતી. આ વાટાઘાટો સફળ થતાં આંદોલનનો અંત આવ્યો છે. ST કર્મચારીઓનું આંદોલન સમેટાયું છે. એસ.ટી. નિગમના કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું સુખદ સમાધાન થયુ.
મંત્રી પુર્ણેશ મોદી સાથે ગઈ કાલે ST યુનિયન ની બેઠક થઈ હતી. બેઠકમાં સમસ્યા ઉકેલવામાં આવી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વાહનવ્યવહાર કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. એસ.ટી.ના માન્ય કર્મચારી યુનિયનોના આગેવાનોની ૨૫ વર્ષ જેટલા જૂના વિવિધ પડતર પ્રશ્નોની માંગણી સાથે બેઠક મળી હતી.
સાત કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં ફાયનાન્સ વિભાગના શ્રી મિલીંદ તોરવણે, એસ.ટી.ના એમ.ડી. શ્રી એમ.એ.ગાંધી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મેરેથોન ચર્ચાના અંતે વિવિધ પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ થતાં કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
સરકારે કેટલો પગાર વધારો કર્યો? બીજી કઈ માંગણી સ્વીકારી.
હેલ્પરના 14,800થી વધારીને 15,800 કરાયા.
આરસીએમાં 15 હજાર 16 હજાર કરાયા
ડ્રાઇવરના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
કંડક્ટરના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
ક્લાર્કના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
જૂનિયર આસિસ્ટન્ટના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
વર્ગ-3ના સુપરવાઇઝરના 21માં વધારો કરી 23 હજાર કરાયા.
ડ્રાઇવર કમ કંડક્ટરની પોસ્ટ નાબૂદ
વર્ગ-4ના કર્મચારીઓનું બોનસ ચૂકવાશે
ઓનલાઇન બૂકિંગમાં ડ્રાઇવર-કંડક્ટરના નંબર નહીં અપાયા
2021-22ની હક્ક રજા અંગે પણ નિર્ણય લેવાયો