Gujarat Assembly Election Voting: પ્રથમ તબક્કામાં 63.14 ટકા થયું મતદાન, ઉમેદવારોનું ભાવી EVM માં સીલ
Gujarat Election 2022 Phase 1 Voting LIVE Updates: સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે.
LIVE
Background
Gujarat Assembly Election Voting Live Updates: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે. ભાજપ-કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 788 ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ થશે. મતદાનને લઇને ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. 25 હજાર 430થી વધુ મતદાન મથક પર 2 કરોડ 39 લાખથી વધુ લોકો મતાધિકારીઓ ઉપયોગ કરશે.
આજે 10 મંત્રી સહિત અનેક મહારથીઓનું ભાવિ EVMમાં કેદ થશે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠક પરથી અનેક દિગ્ગજો મેદાને છે. સરકારમાં પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી, છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કુંવરજી બાવળિયા, મોરબીમાં પુલ દુર્ઘટનામાં બચાવકાર્ય કરીને ચર્ચામાં આવેલા કાંતિલાલ અમૃતિયા, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા, તો, ગોંડલથી ગીતા બા જાડેજાના ભાવિ ઇવીએમમાં કેદ થશે. તે સિવાય AAPના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી, AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, તેમજ AAP નેતા અલ્પેશ કથિરિયાના ભાવિ પણ નક્કી થશે.
ઘણીવાર એવું જોવા મળે છે કે મતદારોને મતદાન કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મતદારોને ખબર નથી હોતી કે તેમણે કયા મતદાન મથકમાં મતદાન કરવાનું છે. જેના કારણે ઘણા મતદારો તેમનો મત નોંધવામાં નિષ્ફળ જાય છે. જોકે, હવે આવું નહીં થાય. રાજ્યના તમામ મતદારો ઘરે બેસીને તેમના મતદાન મથક વિશે ઓનલાઈન માહિતી મેળવી શકે છે. આ માટે તમારે કેટલાક મહત્વપૂર્ણ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
મતદાન મથક કેવી રીતે શોધવું
- નજીકના મતદાન મથકને જાણવા માટે, મતદારોએ પહેલા ભારતના ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટની (https://electoralsearch.in/) મુલાકાત લેવી પડશે. અહીંથી તમે મતદાન મથકની માહિતી મેળવી શકો છો.
- ચૂંટણી પંચની વેબસાઈટ પર ગયા પછી યુઝર્સે પોતાના રાજ્યનું નામ એન્ટર કરવાનું રહેશે અને સર્ચ બાર પર ક્લિક કરવાનું રહેશે.
- વેબસાઇટ પર રાજ્યનું નામ દાખલ કર્યા પછી, રાજ્યના મુખ્ય ઇલેક્ટ્રિકલ ઓફિસરનું પેજ વપરાશકર્તાઓની સામે ખુલશે. તે પેજ પર ગયા બાદ યુઝર્સે પોલિંગ સ્ટેશનની યાદી પર ક્લિક કરવાનું રહેશે.
- પોલિંગ સ્ટેશનની યાદીમાં ગયા બાદ યુઝર્સની સામે એક નવું ટેબ ખુલશે. જ્યાં યુઝર્સે તેમની કેટલીક માહિતી ભરવાની હોય છે.
- નવા પોર્ટલ પર ગયા બાદ યુઝર્સની સામે ડિસ્ટ્રિક્ટ અને એસેમ્બલીના કોલમ બતાવવામાં આવશે. આ પછી યુઝર્સે બંને કોલમમાં જઈને તેમના જિલ્લા અને મતવિસ્તારમાં પ્રવેશ કરવો પડશે.
- જ્યારે યુઝર્સ તેમના જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર પસંદ કરશે અને સબમિટ પર ક્લિક કરશે, ત્યારે તેમના નજીકના અને સૌથી દૂરના મતદાન મથકોની યાદી વપરાશકર્તાઓની સામે દેખાશે. તે યાદીમાંથી તમામ યુઝર્સ જાણી શકશે કે તેઓ કયા વિસ્તારના મતદાન મથક પર મતદાન કરી શકશે.
પ્રથમ ચરણમાં 60.20 ટકા મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જેમાં 60.20 ટકા મતદાન નોંધાયું છે.
60.20% (approx) voter turnout was recorded in the first phase of Gujarat Assembly elections today: Election Commission of India
— ANI (@ANI) December 1, 2022
પ્રથમ તબક્કામાં 59 ટકા થયું મતદાન
આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. સાંજે પાંચ વાગ્યે જ્યારે મતદાન પૂર્ણ થયું ત્યારે 59 ટકા મતદાન નોંધાયું છે.
પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ
પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર શાંતિ પૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. આજે બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલ જોવા મળી હતી. જો કે બાકી જગ્યાએ શાંતિ પૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે.
માણાવદર વિધાનસભા બેઠકમાં હેલ્થ બુથ તૈયાર કરવામાં આવ્યું
માણાવદર વિધાનસભા બેઠકમાં હેલ્થ બુથ તૈયાર કરવામાં આવ્યું છે. કણજા ગામે હેલ્થ બુથ તૈયાર કરવામાં આવ્યું. મતદાન કરવા માટે આવતા લોકોને વિના મૂલ્યે સારવાર અપાઈ હતી. વહિવટી વિભાગએ હેલ્થ બુથ દ્વારા નવતર પ્રયોગ કર્યો હતો.
બોટાદમાં કોંગ્રેસના એજન્ટ પર હુમલો
બોટાદના પાટી ગમે કોંગ્રેસના એજન્ટ પર હુમલાના સમાચાર આવતા રાજકારણ ગરમાયું છે. જગદીશ સવાણી નામની વ્યક્તિ પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે. બનાવના પગલે પોલીસ રવાના થઈ છે.