Gujarat Election : લવિંગજીને મનાવવા અલ્પેશ ઠાકોરના હવાતિયા, ઇશારો કરી નામ એનાઉન્સ કરવાનું કહ્યું પણ.....
ગુજરાતમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી ગૌરવ યાત્રા પાટણના વારાહી ખાતે પહોંચી હતી. વારાહી ખાતે પહોંચેલ ગૌરવ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા.
Gujarat Election : ગુજરાતમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી ગૌરવ યાત્રા પાટણના વારાહી ખાતે પહોંચી હતી. વારાહી ખાતે પહોંચેલ ગૌરવ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. લિવિંગજી ઠાકોરને મનાવવા અલ્પેશ ઠાકોર હવાતિયાં મારતા નજરે પડ્યા હતા. અલ્પેશ ઠાકોરે મોકો જોઈ મંચ પર લવિંગજી ઠાકોરને હાર પહેરાવ્યો હતો.
રાધનપુર વિધાનસભા સીટ પર લવિંગજી ઠાકોર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આયાતી ઉમેદવાર અલ્પેશના વિરોધમાં હતા. ત્યારે અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર એક મંચ પર જોવા મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. સાથે સ્ટેજ પરથી અલ્પેશ ઠાકોરે લવિંગજીને ઈશારામાં તેમનું નામ એનાઉન્સ કરવાનું કહેતા લવિંગજીએ ન કરતા લાચાર પડ્યા હતા. એટલું જ નહીં, તેમણે મંચ પરથી નીચે ઉતરતી વખતે કૈલાશ જોશીને તેમનું નામ ન બોલ્યા તેમ કહ્યું હતું.
Gujarat Assembly Elections: મિશન 2022ની તડજોડની રાજનીતિમાં કોંગ્રેસે ભાજપને વળતો જવાબ આપ્યો છે. કોળી સમાજનાં ભાજપના દિગ્ગજ નેતા મનુભાઈ ચાવડા કોંગ્રેસમાં જોડાયા છે. પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસ કાર્યલય ખાતે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. તમને જણાવી દઈએ કે, ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચૂકયા છે મનુભાઈ ચાવડા. મનુભાઈ ચાવડા ઠાકોર કોળી વિકાસ નિગમના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. હાલ અખિલ ભારતીય કોળી સમાજનાં રાષ્ટ્રીય મહામંત્રી છે. આ ઉપરાંત ભાજપમાં પ્રદેશના અનેક હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. એસ.સી.એસ.ટી., ઓ.બી.સી.(sso) મહાસંઘના પ્રદેશ પ્રમુખ પણ છે. નોંધનિય છે કે, રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના સંયોજક હતા મનુભાઈ ચાવડા.
Gujarat Election : કચ્છની 6 બેઠકો પર કોંગ્રેસની ટિકિટ માટે કોની કોની વચ્ચે ચાલી રહી છે હોડ? જાણો વિગત
Gujarat Election : મિશન 2022ના કોંગ્રેસના કચ્છના સંભવિત ઉમેદવારોની યાદી abp અસ્મિતા પાસે આવી છે. કચ્છની તમામ 6 બેઠકના સંભવિત ઉમેદવારના નામ abp અસ્મિતા પાસે આવ્યા છે. દિલ્હીમાં યોજાનારી ક્રીનિંગ કમિટીની બેઠકમાં કચ્છની 6 બેઠક માટે આ નામો પર ચર્ચા થશે
અબડાસા
રામદેવસિંહ જાડેજા
મોહમ્મદ જત
રાજેશ આહીર
ભુજ
અર્જુન ભૂડીયા
રાજેન્દ્રસિંહ જાડેજા
માંડવી
વલ્લભ વેલાણી
કલ્પના જોશી
અંજાર
રમેશ ડાંગર
અરજણ ખટારિયા
મહેશ આહીર
ગાંધીધામ
ભરત સોલંકી
જગદીશ દાફડા
કોકિલા ધેડા
રાપર
સંતોકબેન એરઠિયા (MLA)
બચુભાઈ એરઠિયા