શોધખોળ કરો
Amreli : ધાબા પર ભાજપનો ઝંડો લગાવવા જતા નીચે પટકાતા નેતાનું મોત, ચૂંટણી ટાણે ભાજપ નેતાના મોતથી શોકનો માહોલ
ભાજપના કાર્યકર અને પેજ પ્રમુખ કાળુભાઇ રાદડિયાનું મૃત્યુ થતા ભાજપ અધ્યક્ષને સ્થાનિક આગેવાનોએ જાણ કરી છે. પેજ પ્રમુખનું સારવાર દરમિયાન મોત થતા અમરેલી જિલ્લા ભાજપ દ્વારા દુઃખ વ્યક્ત કરાયું છે.

ફાઇલ ફોટો.
અમરેલીઃ ગુજરાતમાં આગામી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી ટાણે જ બગસરાના મુંજીયાસર ગામે ભાજપના નેતાના નિધનથી શોકની લાગણી ફરી વળી છે. ભાજપનો ધ્વજ ધાબા પર લગાવતી વખતે પેજ પ્રમુખનું અકસ્માતે પડી જતા મોત નીપજ્યું છે. ભાજપના કાર્યકર અને પેજ પ્રમુખ કાળુભાઇ રાદડિયાનું મૃત્યુ થતા ભાજપ અધ્યક્ષને સ્થાનિક આગેવાનોએ જાણ કરી છે. પેજ પ્રમુખનું સારવાર દરમિયાન મોત થતા અમરેલી જિલ્લા ભાજપ દ્વારા દુઃખ વ્યક્ત કરાયું છે.
વધુ વાંચો




















