શોધખોળ કરો
Gujarat Elections 2021 : સૌરાષ્ટ્રની કઈ તાલુકા પંચાયતમાં વગર ચૂંટણીએ લહેરાયો ભગવો? જાણો વિગત
સુરેન્દ્રનગર જિલ્લાની થાન તાલુકા પંચાયતમાં ચૂંટણી પહેલા જ ભગવો લહેરાયો છે. થાન તાલુકા પંચાયતના 16 સભ્યોની બિન હરીફ વરણી થઈ છે.

ગાંધીનગર: રાજ્યમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાશે, જેની મતગણતરી 23 ફેબ્રુઆરી થશે. જ્યારે 28મી ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે. ત્યારે ભાજપે ત્યારે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે.
સુરેન્દ્રનગરઃ આગામી 28મી ફેબ્રુઆરીએ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની થાન તાલુકા પંચાયતમાં ચૂંટણી પહેલા જ ભગવો લહેરાયો છે. થાન તાલુકા પંચાયતના 16 સભ્યોની બિન હરીફ વરણી થઈ છે. ચુંટણી પહેલાં જ થાન તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાય નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિનેશ ચોવટીયાએ રાજીનામું ધરી દીધુ છે. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તમામ હોદા પરથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. સિનિયરોની પાર્ટીમાં અવગણનાના કારણે તમામ હોદા પરથી રાજીનામુ આપ્યું છે. દિનેશ ચોવટીયા ગત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ વિધાનસભા 70 ચૂંટણી લડી ચુક્યા છે. દિનેશ ચોવટીયા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસના નેતા દિનેશ ચોવટિયાએ મીડિયા સમક્ષ સગાવાદ અને પૈસાદાર નેતાઓને મહત્વ મળતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
વધુ વાંચો




















