શોધખોળ કરો

ગુજરાત સરકારની મોટી ભેટ: ખેત તલાવડીમાં સરકારી ખર્ચે જીઓમેમ્બ્રેન ફીટ થશે, જાણો કેવી રીતે?

ખાડો તમારો, જીઓમેમ્બ્રેન સરકારનું; પાક બચાવવા અને ભૂગર્ભજળ વધારવા માટેની આ શાનદાર યોજનામાં 15 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સરકારી ખર્ચે ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન લગાવવાની યોજના.
  • ખેડૂતોએ જાતે તલાવડી બનાવવી પડશે, સરકાર જીઓમેમ્બ્રેન લગાવશે.
  • 30 માર્ચથી 15 મે, 2026 સુધી g-talavadi.gujarat.gov.in પર અરજી.
  • કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા પસંદગી, ત્યારબાદ ફીલ્ડ વેરીફીકેશન થશે.

રાજ્યના ખેડૂત મિત્રો માટે સરકાર એક ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક યોજના લઈને આવી છે. પાણીની અછત દૂર કરવા અને ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા માટે સરકારે ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન (પ્લાસ્ટિકનું કવર) સરકારી ખર્ચે ફીટ કરી આપવાની જાહેરાત કરી છે. આ યોજનાનો સીધો નિયમ છે: ખેડૂતે પોતાના ખર્ચે ખેતરમાં તલાવડી (ખાડો) બનાવવાની રહેશે, અને તેમાં સરકાર મફતમાં જીઓમેમ્બ્રેન લગાવી આપશે. આનાથી ચોમાસાના વરસાદી પાણીનો સંગ્રહ થશે, જેનો ઉપયોગ ખેડૂતો ખરીફ પાકને બચાવવા અથવા શિયાળામાં (રવિ સીઝનમાં) પૂરક સિંચાઈ તરીકે કરી શકશે. એટલું જ નહીં, લાંબા ગાળે જમીનમાં પાણીના તળ પણ ઊંચા આવશે. આજથી એટલે કે 30 માર્ચથી આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે.

કોને મળશે લાભ અને અરજી ક્યારે કરવી?

સિંચાઇ વિભાગની માહિતી મુજબ, આ યોજનાનો લાભ ગુજરાતના તમામ જિલ્લાના ખેડૂતો લઈ શકશે. જો તમે પણ તમારા ખેતરમાં તલાવડી બનાવવા માંગતા હોવ, તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી એટલે કે 30 માર્ચથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 15 મે, 2026 રાખવામાં આવી છે. અરજી કરવા માટે ખેડૂતોએ સરકારની સત્તાવાર વેબસાઇટ g-talavadi.gujarat.gov.in પર જવાનું રહેશે.

પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે?

ફોર્મ ભર્યા પછી તમામ અરજીઓ ભેગી થશે. ત્યારબાદ દરેક તાલુકા માટે નક્કી કરેલી સંખ્યા મુજબ કમ્પ્યુટરાઈઝ્ડ ઓનલાઈન ડ્રો કરવામાં આવશે. ડ્રોમાં જે ખેડૂતોના નામ ખુલશે, તેમને SMS દ્વારા જાણ કરવામાં આવશે. ત્યારબાદ સરકારી અધિકારીઓ ખેતરની મુલાકાત (ફીલ્ડ વેરીફીકેશન) લેશે અને બધું બરાબર જણાશે તો લાભાર્થી તરીકે ફાઈનલ મંજૂરી અપાશે. અરજી કરવાથી લઈને ડ્રો સુધીની આખી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ઓનલાઈન જ રહેશે.

સરકાર કેટલા માપ સુધીનો ખર્ચ આપશે?

આ યોજના અંતર્ગત સરકારે સાઈઝની એક મર્યાદા નક્કી કરી છે:

વધુમાં વધુ 40 મીટર લંબાઈ, 40 મીટર પહોળાઈ અને 6 મીટર ઊંડાઈ (1.5:1 ના ઢાળ સાથે) ધરાવતી તલાવડી માટે સરકાર ખર્ચ ભોગવશે.

આ માપ મુજબ વધુમાં વધુ 2460 ચોરસ મીટર જથ્થાનું જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી અપાશે.

ખાસ નોંધ: જો તમે આનાથી વધારે મોટો ખાડો ખોદાવ્યો હશે, તો મહત્તમ મર્યાદા કરતાં જેટલું પ્લાસ્ટિક વધારે વપરાશે, તેનો ખર્ચ ખેડૂતે જાતે જ ભોગવવો પડશે.

એકવાર ડ્રોમાં નામ ફાઈનલ થયા પછી સિંચાઇ વિભાગ દ્વારા નક્કી કરાયેલા કોન્ટ્રાક્ટર (ઇજારદાર) આવીને પ્લાસ્ટિક પાથરી જશે. જોકે, પ્લાસ્ટિક પથરાઈ ગયા પછી તેમાં વધુમાં વધુ પાણી સંગ્રહ થાય, પ્લાસ્ટિક ફાટી ન જાય અને તલાવડીની સાફસફાઈ રહે, તેની સંપૂર્ણ જવાબદારી ખેડૂતની પોતાની રહેશે.

ઓનલાઈન અરજી માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે?

ફોર્મ ભરતી વખતે ખેડૂતોએ નીચે મુજબની વિગતો અને પુરાવા તૈયાર રાખવાના રહેશે:
1. ખેડૂતનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર અને આધાર કાર્ડની નકલ.
2. જે ખેતરમાં તલાવડી બનાવવાની છે તેનો સર્વે નંબર અથવા બ્લોક નંબર, જમીનનો વિસ્તાર, તેમજ જમીનના 7/12 અને 8-અ ના ઉતારા.
3. કેટલા ચોરસ મીટર જીઓમેમ્બ્રેનની જરૂર છે તેનો અંદાજ (ખેડૂતો તલાવડીના મથાળે મહત્તમ 3 મીટરનો પટ્ટો એન્કરીંગ માટે ગણી શકશે).
4. એક બાંહેધરી પત્રક (Guarantee Letter), જેમાં તમારે સંમતિ આપવાની રહેશે કે તમે સ્વખર્ચે તલાવડીનું ખોદાણ કરશો અને તેની મરામત કે સાફસફાઈની જવાબદારી જાતે ઉઠાવશો.

Frequently Asked Questions

ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન લગાવવાની યોજના શું છે?

સરકાર ખેડૂતોને પોતાના ખર્ચે બનાવેલી ખેત તલાવડીમાં મફતમાં જીઓમેમ્બ્રેન (પ્લાસ્ટિક કવર) ફીટ કરી આપશે. આનાથી વરસાદી પાણીનો સંગ્રહ થશે.

આ યોજના માટે અરજી ક્યારે અને ક્યાં કરવી?

આ યોજના માટે 30 માર્ચથી 15 મે, 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. અરજી કરવા માટે g-talavadi.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લેવી.

જીઓમેમ્બ્રેન માટે સરકાર કેટલા માપ સુધીનો ખર્ચ આપશે?

સરકાર વધુમાં વધુ 40x40x6 મીટર માપની તલાવડી માટે જીઓમેમ્બ્રેન ફીટ કરી આપશે, જે 2460 ચોરસ મીટર સુધીનું થાય છે.

ખેત તલાવડી માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે?

આધાર કાર્ડ, જમીનના 7/12 અને 8-અ ના ઉતારા, જમીનના બ્લોક નંબર, અને સ્વખર્ચે તલાવડી બનાવવાની બાંહેધરી પત્રકની જરૂર પડશે.

પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે?

તમામ અરજીઓમાંથી તાલુકા મુજબ કમ્પ્યુટરાઈઝ્ડ ઓનલાઈન ડ્રો દ્વારા પસંદગી થશે. પસંદ થયેલા ખેડૂતોને SMS દ્વારા જાણ કરાશે અને ત્યારબાદ ફીલ્ડ વેરીફીકેશન થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Embed widget