ગૌણ સેવા પસંદગી મંડળે 1176 જગ્યાઓ પર ભરતીની કરી જાહેરાત, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઇ છે?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે 1100થી વધુ જગ્યા પર ભરતીની જાહેરાત કરી હતી
![ગૌણ સેવા પસંદગી મંડળે 1176 જગ્યાઓ પર ભરતીની કરી જાહેરાત, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઇ છે? gujarat gaun seva pasandgi mandal announces recruitment for 1176 posts ગૌણ સેવા પસંદગી મંડળે 1176 જગ્યાઓ પર ભરતીની કરી જાહેરાત, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઇ છે?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/16/1182a3d1f5882835dea04fefc4deb336_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે 1100થી વધુ જગ્યા પર ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતી માટેના ફોર્મ ભરવાની શરૂઆત આજથી થઇ ગઇ છે. ઉમેદવારો આગામી 30 જૂન સુધી ફોર્મ ભરી શકશે.
ગૌણ સેવા પસંદગી મડળની જાહેરાત મુજબ, 1176 જગ્યા પર ભરતી પ્રક્રિયા કરાશે. જેમાં વર્ક આસિસ્ટન્ટ ક્લાસ-3ની 771 જગ્યા, ગ્રંથાલય નિયામકની 37 જગ્યા, રેખનકારની 50 જગ્યા, અધિક મદદનીશ ઇજનેરની 192 જગ્યા અને મ્યુનિસિપલ ઇજનેરની 88 જગ્યા સામેલ છે.
ટ્રાફિક નિયમો તોડતા પહેલા ચેતજો, હવે થશે સીધી FIR, જાણો નવા નિયમો વિશે
Ahmedabad : રાજ્યમાં ટ્રાફિકના નિયમોની અમલવારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે ઈ-ટ્રાફિક કોર્ટ (E-Traffic Court) શરૂ થશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે કે રાજ્યમાં ટૂંક જ સમયમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે. ઈ-ટ્રાફિક કોર્ટમાં ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ હવે ટ્રાફિક નિયમો તોડનારાઓને ઇ-મેમો સાથે તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવશે. અને જો ઈ-મેમોની દંડની રકમ ભરવામાં નહીં આવે તો ઈ-ટ્રાફિક કોર્ટમાં આવા નાગરિકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઈ-મેમોના દંડની રકમની ભરપાઇ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે ઈ-ટ્રાફિક કોર્ટની બાબત સ્પષ્ટ કરી છે. ઈ-ટ્રાફિક કોર્ટ, ઇ-મેમોના દંડની રકમ અને પ્રોસીક્યુશન મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે.
જાહેરહિતની અરજીમાં અરજદારે 120 કરોડના દંડની વસુલાત નહીં થઇ હોવણી રજૂઆત કરી છે. જો 6 મહિના સુધી પ્રોસિક્યુશન દાખલ ના થાય તો ઈ-મેમો પર કાર્યવાહી ન થઈ શકે એવી સ્થિતિ હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે વધુ સુનાવણી આગામી 1 જુલાઈએ કરવામાં આવશે.
રસ્તા પર ખોટી રીતે ઉભી રાખેલી ગાડીનો ફોટો મોકલનારને મળશે રુ. 500નું ઈનામઃ નિતિન ગડકરી
RAJKOT : ડોક્ટર દંપત્તિને મારી નાખવાની ધમકી આપી 80 લાખની ખંડણી માંગનાર 5 આરોપીઓની ધરપકડ
કામની ટિપ્સઃ વૉટ્સએપ પરથી ડિલીટ થયેલા મેસેજ પણ તમે આસાનીથી વાંચી શકો છો, ફોલો કરો આ સ્ટેપ્સ
Gujarat Election 2022 : ગુજરાતમાં ભાજપને 70થી વધુ બેઠકો નહીં આવેઃ જગદીશ ઠાકોરનો મોટો દાવો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)