શોધખોળ કરો

ગુજરાતમાં ખેડૂતોને કેટલા રૂપિયાની મળશે સહાય? ગુજરાત સરકારે શું કરી મોટી જાહેરાત? જાણો વિગત

ગુજરાત સરકારે ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરી છે. નીતિન પટેલે 3,795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 3,795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતના તમામ 18 હજાર ગામડાંઓને 56.36 લાખ ખેડૂતોને આ સહાયનો લાભ મળશે. 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂપિયા 2,873 કરોડની સહાય આપવામાં આવશે. 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂપિયા 238 કરોડની સહાય આવશે. છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂપિયા 684 કરોડની સહાય અપાશે. એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા 9,416 ગામના 28.61 લાખ ખેડૂતો ખાતેદારોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં SDRFના ધોરણ અનુસાર હેક્ટર દીઠ 6,800 રૂપિયા સહાય ચૂકવવામાં આવશે. જ્યાં એક ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય પરંતુ કૃષિ વિભાગના ક્લસ્ટરમાં મુકાયેલા ઓટોમેટિક વેધર સ્ટેશનના આંકડામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા 1,676 ગામના 4.70 લાખ ખેડૂતોને હેક્ટર દીઠ 6,800 રૂપિયા (વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવવામાં આવશે. એક ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે તેવા 1,676 ગામના 5.95 લાખ ખેડૂત ખાતેદારોને હેક્ટર દીઠ 4 હજાર રૂપિયા (વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવવામાં આવશે. છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા 5,814 ગામના 17.10 લાખ ખેડૂતોને હેક્ટર દીઠ 4 હજાર રૂપિયા (વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવાશે. સરકાર ટૂંક સમયમાં આ માટે એક ઓનલાઇન પ્લેટફોર્મ ઊભું કરશે જેની ખેડૂતે નુકસાન સામે વળતર મેળવવાની અરજી કરવાની રહેશે. આ પ્લેટફોર્મની જાહેરાત હવે પછી સરકાર કરશે. એસડીઆરએફના નિયમ મુજબ ખેડૂતની અરજી સામે જ સહાય આપવાની રહેતી હોવાથી ખેડૂતોએ દાવો રજૂ કરવો પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી

હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે

Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી

"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Embed widget