શોધખોળ કરો

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો

રાજ્યમાં ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્ઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ 33 જિલ્લાઓમાં ખેતીની જમીનની માપણી અને પ્રમોલગેશનની કામગીરી ચાલી રહી છે.

  • જમીન રી સર્વે અને વાંધા અરજીની મુદ્દતમાં વધારો
  • મુદ્દત વધારીને 31 ડિસેમ્બર 2025 કરાઈ
  • પ્રમોલગેશનની પ્રક્રિયા અને વાંધા અરજી ડિસેમ્બર 2025 સુધી ચાલશે

Gujarat government's farmer-oriented decision: રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જમીન રી સર્વે અને વાંધા અરજી આપવાની મુદ્દતમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ મુદ્દત આવતીકાલે એટલે કે 31 ડિસેમ્બર 2024ના રોજ પૂરી થતી હતી, જેને હવે વધારીને 31 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે.

રાજ્યમાં ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્ઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ 33 જિલ્લાઓમાં ખેતીની જમીનની માપણી અને પ્રમોલગેશનની કામગીરી ચાલી રહી છે. પ્રમોલગેશન પછી, ખાતેદારો દ્વારા રેકોર્ડમાં ક્ષતિઓ સુધારવા માટે રજૂઆતો આવે છે. આ ક્ષતિઓ સુધારવા માટે, જમીન મહેસૂલ અધિનિયમની કલમ ૨૦૩ હેઠળ અપીલ કરવાની જોગવાઈ છે, જેમાં સમય અને ખર્ચનો વ્યય થતો હતો.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, સરકારે સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ્ઝને સાદી અરજી દ્વારા ક્ષતિઓનો નિકાલ કરવાની સત્તા આપી છે. અગાઉ, આ અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2024 હતી, જેને હવે વધારીને 31/12/2025 કરવામાં આવી છે.

આ નિર્ણયનો મુખ્ય હેતુ ખેડૂતોને ક્ષતિઓ સુધારવામાં થતી હેરાનગતિ અને વકીલ ફી જેવા ખર્ચથી બચાવવાનો છે. હવે ખેડૂતો પાસે અરજી કરવા માટે પૂરતો સમય હશે.

પ્રમોલગેશન પછી વાંધા અરજી રજૂ કરવાની સમય મર્યાદામાં વધારો કરવા સિવાયની અન્ય સૂચનાઓ યથાવત રહેશે.

નોંધનીય છે કે, જાન્યુઆરી 2023માં કેબિનેટની બેઠકમાં જમીન રી-સરવે અંગે મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારે જૂની સરકારના જમીન રી-સરવે રદ કર્યા હતો અને નવેસરથી જ જમીન માપણી કરાવવાની જાહેરાત કરી હતી. જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સરવેના વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી.  ગુજરાત સરકારના આ નિર્ણયથી અગાઉ કરાયેલા સરવે માટે ચૂકવાયેલી 700 કરોડની રકમ પાણીમાં ગઈ હતી. મહત્વનું છે કે સરકારને ખેડૂતો તરફથી અનેક ફરિયાદો મળી હતી. જૂના સરવેમાં અનેક ભૂલો હોવાની ફરિયાદો મળી હતી. જેમાં જમીનોના નકશાઓ બદલાઈ ગયા હતા. જેની  બાદ સરકારે ફરીથી રી-સરવેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો....

ગુજરાત જાહેર સેવા આયોગે અચાનક આ ભરતી કરી રદ, જાણો હવે આગળ શું થશે

આમ, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને તેમને રાહત આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા અલ્પેશ ઠાકોર, 'હું અણવર બનવા તૈયાર છું, જો કોઇને...'
વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા અલ્પેશ ઠાકોર, 'હું અણવર બનવા તૈયાર છું, જો કોઇને...'
'ઔરંગજેબની કબર નહીં હટાવી તો બાબરીની જેમ...', બજરંગ દળ-VHPની ધમકી બાદ માહોલ ગરમાયો, સુરક્ષા વધારાઇ
'ઔરંગજેબની કબર નહીં હટાવી તો બાબરીની જેમ...', બજરંગ દળ-VHPની ધમકી બાદ માહોલ ગરમાયો, સુરક્ષા વધારાઇ
હોળી પાર્ટીમાં એક્ટ્રેસની છેડતી થઇ... એક્ટરે પહેલા પકડી, રંગ લગાવ્યો ને પછી અડપલાં કર્યા, કેસ દાખલ
હોળી પાર્ટીમાં એક્ટ્રેસની છેડતી થઇ... એક્ટરે પહેલા પકડી, રંગ લગાવ્યો ને પછી અડપલાં કર્યા, કેસ દાખલ
30 રૂપિયાના શેરમાં તોફાની તેજી, કંપનીને BHELની 231 કરોડની ઓફર મળતાં જ તેજી...
30 રૂપિયાના શેરમાં તોફાની તેજી, કંપનીને BHELની 231 કરોડની ઓફર મળતાં જ તેજી...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Today Update: હોળી બાદ શેર માર્કેટમાં ભારે ઉછાળો, 400 પાર સેંસેક્સ,નિફ્ટીમાં પણ તેજીAhmedabad Girl Mysterious Death : અમદાવાદની હોટલમાંથી યુવતીની લાશ મળતા ખળભળાટ , પ્રેમીએ કરી હત્યા?Godhara News : 72 વર્ષના વૃદ્ધના પ્રાઇવેટ પાર્ટમાં ફયાયું ઢાંકણું, ભારે જહેમત બાદ કઢાયું બહારGandhinagar Double Murder : ઇન્સ્ટાગ્રામ સ્ટાર પૂનમ ઠાકોરના પતિએ આડા સંબંધની શંકામાં કરી બેની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા અલ્પેશ ઠાકોર, 'હું અણવર બનવા તૈયાર છું, જો કોઇને...'
વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા અલ્પેશ ઠાકોર, 'હું અણવર બનવા તૈયાર છું, જો કોઇને...'
'ઔરંગજેબની કબર નહીં હટાવી તો બાબરીની જેમ...', બજરંગ દળ-VHPની ધમકી બાદ માહોલ ગરમાયો, સુરક્ષા વધારાઇ
'ઔરંગજેબની કબર નહીં હટાવી તો બાબરીની જેમ...', બજરંગ દળ-VHPની ધમકી બાદ માહોલ ગરમાયો, સુરક્ષા વધારાઇ
હોળી પાર્ટીમાં એક્ટ્રેસની છેડતી થઇ... એક્ટરે પહેલા પકડી, રંગ લગાવ્યો ને પછી અડપલાં કર્યા, કેસ દાખલ
હોળી પાર્ટીમાં એક્ટ્રેસની છેડતી થઇ... એક્ટરે પહેલા પકડી, રંગ લગાવ્યો ને પછી અડપલાં કર્યા, કેસ દાખલ
30 રૂપિયાના શેરમાં તોફાની તેજી, કંપનીને BHELની 231 કરોડની ઓફર મળતાં જ તેજી...
30 રૂપિયાના શેરમાં તોફાની તેજી, કંપનીને BHELની 231 કરોડની ઓફર મળતાં જ તેજી...
Stock Market Today Update: હોળી બાદ શેર માર્કેટમાં ભારે ઉછાળો, 400 પાર સેંસેક્સ,નિફ્ટીમાં પણ તેજી
Stock Market Today Update: હોળી બાદ શેર માર્કેટમાં ભારે ઉછાળો, 400 પાર સેંસેક્સ,નિફ્ટીમાં પણ તેજી
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
કઇ રીતે બન્યો હતો Taj Mahal, મહેનત કેટલી લાગી ? AI એ બતાવ્યો અનોખો નજારો, Video
કઇ રીતે બન્યો હતો Taj Mahal, મહેનત કેટલી લાગી ? AI એ બતાવ્યો અનોખો નજારો, Video
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
Embed widget