Gujarat CM Bhupendra Patel Swearing-In Live : ગુજરાત સરકારના મંત્રીઓને ખાતાની કરાઈ ફાળવણી
Gujarat Government Formation Latest News Updates:ગુજરાતમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે યોજાવાનો છે
LIVE
Background
ગુજરાતમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે યોજાવાનો છે. ભૂપેન્દ્ર પટેલ સીએમ પદના શપથ લેશે. આ ઉપરાંત અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. આ શપથ ગ્રહણમાં ભાગ લેવા માટે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે. પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવા માટે ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, શહેર પોલીસ કમિશ્નર, મેયર અને ડીજીપી આશિષ ભાટિયા એરપોર્ટ પર હાજર રહ્યા હતા. પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.
ક્યા ધારાસભ્યને મંત્રીપદ મળશે તેને લઈને હાલમાં અનેક અટકળો ચાલી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતના અનેક નેતાઓ બીજેપીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળવા તેમના ગાંધીનદર સ્થિત નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે. સાંસદ રામ મોકરીયા પાટીલને મળવા પહોંચ્યા હતા. ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલના નિવાસસ્થાને ફરી નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો.
આ ઉપરાંત સુરતના ધારાસભ્ય કાંતિ બલર, પ્રવીણ ઘોઘારી, લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી અને અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ સીઆર પાટીલને મળવા પહોંચ્યા હતા.
શપથવિધિ સમારોહમાં આસામ, ગોવા, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટની અવરજવરમાં વધારો જોવા મળે છે. સીઆઈએસએપ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ અને સ્થાનિક પોલીસ પણ એરપોર્ટમાં આવતા તમામ લોકો પર ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત શપથવિધિને પગલે નો ડ્રોન ફ્લાય ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. તો અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, કિરીટ પટેલનું મંત્રી બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. હર્ષ સંઘવી, મનીષાબેન વકીલ પણ મંત્રીપદના શપથ લેવડાવવામાં આવે તેવુ નક્કી માનવામાં આવી રહ્યું છે. તો જગદીશ પંચાલ, જયેશ રાદડીયા, કનુ દેસાઈને પણ મંત્રી બનાવવામાં આવશે. રિવાબા જાડેજા, અનિરૂદ્ધ દવેનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાંથી કુંવરજી બાવળીયા, પરસોત્તમ સોલંકી અથવા તો હીરા સોલંકી ત્રણમાંથી કોઈ એકને મંત્રીપદ મળી શકે છે. સાથે જ નરેશ પટેલ અથવા તો ગણતપ વસાવા પણ મંત્રી બની શકે છે. તો ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને કેબિનેટ મંત્રી અથવા તો વિધાનસભાના અધ્યક્ષ બનાવી શકાય છે. રાઘવજી પટેલને પણ ફરી એકવાર મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
ગુજરાત સરકારના મંત્રીઓને ખાતાની કરાઈ ફાળવણી
1 ભુપેન્દ્ર પટેલ -મુખ્યમંત્રી,સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી
2 કનુભાઈ દેસાઈ - નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ
3 ઋષિકેશ પટેલ - આરોગ્ય અને કાયદા મંત્રી, સાથે ઉચ્ચ શિક્ષણની જવાબદારી
4 રાઘવજી પટેલ - કૃષિ પશુપાલન, ગૌ સંવર્ધન,મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
5 બળવંતસિંહ રાજપૂત - ઉદ્યોગ-લઘુ, શુક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ,કુટીર,ખાદી અને ગ્રામોધ્યોગ,નાગરીક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
6 કુંવરજી બાવળિયા - પાણી પુરવઠા
7 મુળુભાઇ બેરા - પ્રવાસન,વન અને પર્યાવરણ
8 કુબેર ડિંડોર - પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ,આદિજાતિ વિકાસ વિભાગ
9 ભાનુબેન બાબરીયા - સામાજિક ન્યાય અધિકારીતા
11 જગદીશ પંચાલ -સહકાર, મિઠા ઉદ્યોગ,છાપકામ,લેખન સામગ્રીનો સ્વતંત્ર હવાલો, પ્રોટોકોલ,
12 પરસોતમભાઈ સોલંકી- મત્સ્ય ઉદ્યોગ અને પશુ પાલન
13 બચુભાઈ ખાબડ - પંચાયત અને કૃષિ
14 મુકેશ પટેલ - વન પર્ચાવરણ, ક્લાયમેટ ચેંજ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા
15 પ્રફુલ પાનસેરીયા- સંસદીય બાબતો, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
16 ભીખુસિંહ પરમાર - અન્ન અને નાગરિક પુરવઠો, સામાજીક ન્યાય અને અધિકારિતા
17 કુંવરજી હળપતિ- આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર
16 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા
ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં 16 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં આઠ કેબિનેટ મંત્રીએ શપથ લીધા હતા. બે રાજ્યમંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં છ રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા. કનુભાઇ દેસાઇ, ઋષિકેશ પટેલે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા.
BJP leaders Naresh Patel, Bachubhai Khabad and Parshottam Solanki take oath as ministers in the Gujarat cabinet. pic.twitter.com/c3ZSqBZ0Mv
— ANI (@ANI) December 12, 2022
હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ સ્વતંત્ર હવાલા સાથે રાજ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા
હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ સ્વતંત્ર હવાલા સાથે રાજ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. પરસોત્તમભાઇ સોલંકી, બચુભાઇ ખાબડ, મુકેશ પટેલ રાજ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. પ્રફુલ પાનસેરીયા, ભીખુસિંહ પરમાર, કુંવરજી હડપતિએ રાજ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.
BJP leaders Harsh Sanghavi and Jagdish Vishwakarma take oath as ministers in the Gujarat cabinet. pic.twitter.com/IYzM8sHPWy
— ANI (@ANI) December 12, 2022
ઉત્તર ગુજરાતના બે ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા હતા.
સૌરાષ્ટ્રના ચાર, ઉત્તર ગુજરાતના બે ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા હતા. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના એક-એક ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા હતા.
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની વિશેષ ઉપસ્થિતિમાં પદનામિત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ #ભાજપની_ડબલ_એન્જિન_સરકાર https://t.co/HKJMyZIUyx
— BJP Gujarat (@BJP4Gujarat) December 12, 2022
ભાનુબેન બાબરિયાએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા.
કુંવરજી બાવળિયા, મુળુભાઇ બેરા, ડોક્ટર કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયાએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા.