શોધખોળ કરો

રાજ્યમાં લગ્ન અને સામાજિક પ્રસંગોમાં સંખ્યાને લઈ સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો

રાજ્ય સરકારે કોરોના સંક્રમણને  લઈને અમલમાં મુકાયેલા તમામ નિયંત્રણો હટાવી દેવાની જાહેરાત કરી છે.

ગુજરાત(Gujarat)માં કોરોના (Coronavirus)ના કેસ ઘટતા કોવિડ નિયંત્રણો(guidelines covid-19 ) હટાવી લેવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કોરોના સંક્રમણને  લઈને અમલમાં મુકાયેલા તમામ નિયંત્રણો હટાવી દેવાની જાહેરાત કરી છે.  રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજિક પ્રસંગોમાં લોકોની હાજરીમાં નક્કી કરવામાં આવેલી  સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરવામાં આવ્યા  છે. આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજિક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે.

કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવતાં રાજ્યના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાઇડલાઇન્સના નિયમોમાં વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરી  છે. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનિટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે.

ગુજરાતમાં કોરોનાના કેસ 

ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 117  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1820  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 22 લોકો વેન્ટીલેટર પર છે. 1798 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1209878 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,930 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 2 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 58, વડોદરા કોર્પોરેશનમાં 10, વડોદરા 8, સુરત 7, ગાંધીનગર  કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 4, અમદાવાદ 3, આણંદ 3 કેસ  નોંધાયા છે.

આજે 344 દર્દીઓ રિકવર થયા 

બીજી તરફ આજે 344 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.96  ટકાએ પહોંચ્યો છે. આજે 31021 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 2 લોકોના મોત થયા છે.  અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 કોરોના દર્દીનું મોત થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર

Embed widget