(Source: ECI/ABP News/ABP Majha)
વાવાઝોડાને પગલે ગુજરાતમાં આ તારીખે આંધી-વંટોળ સાથે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન રહશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે.
Gujarat Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યના નાગરિકોને આગામી સમયમાં ગરમીથી રાહત મળશે. 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24 થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજ ને પગલે ગુજરાત માં 26 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે.
26 થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે. અમદાવાદ માં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફુંકાવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરનાં ચક્રવાત ની અસર પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા સહિતનાં ભાગોમાં જોવા મળશે. 14 થી 28 જૂન વચ્ચે નીરનીરાંતર ચોમાસુ ગુજરાતમાં આવવાની શક્યતા છે.
26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન રહશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે. જૂન મહિનાના શરૂઆતમાં અરબ સાગરમાં સર્જનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં તેની અસર જોવા મળશે.
રાજ્યમાં ગરમીના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગેપાંચ દિવસ ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી કરી છે. અત્યારે 11 વાગ્યે જ અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર નોંધાઈ ચુક્યો છે. તો બુધવારે 6 શહેરોમાં ૪૫થી વધુ તાપમાન નોંધાયુ. તો 13 શહેરોમાં 43થી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. 18 શહેરોમાં 40થી વધુ ડિગ્રી ગરમી નોંધાઈ છે. જેમાં હિંમતનગર અને કંડલામાં સૌથી વધુ 46.1 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું. તો સુરેંદ્રનગરમાં 45.9, ગાંધીનગરમાં 45.7 ડિગ્રી પર પહોંચ્યો ગરમીનો પારો. જ્યારે 12થી વધુ શહેરોમાં હિટવેવની અસર છે. હવામાન વિભાગ અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી. હવામાન વિભાગના મતે, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા,સાબરકાંઠા, મહેસાણા, પાટણ, આણંદ, સુરત અને વલસાડ જિલ્લામાં પડશે અંગ દઝાડતી ગરમી.
બંગાળની ખાડીમાં 23 મેના રોજ એક શક્તિશાળી ચક્રવાત (Cyclone)ની શક્યતા છે. ભારતીય હવામાન (Weather) વિભાગ (IMD) એ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે સમુદ્રમાં પ્રવેશતા માછીમારો (Fisherman) માટે ચેતવણી જારી કરી છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આજે સવારે દક્ષિણ પશ્ચિમ બંગાળમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. અમે આશા રાખીએ છીએ કે તે ધીમે ધીમે ઝડપી બનશે. આ પછી, 23 મે સુધીમાં, ઉત્તર પૂર્વ તરફ આગળ વધતા બંગાળની ખાડી પર એક ડિપ્રેશન બનશે. તે આગળ વધવાનું ચાલુ રાખશે અને 24મીની સવારે તીવ્ર બનશે. દરિયાની આ સ્થિતિ માછીમારો માટે સલામત નથી. તેથી અમે ચેતવણી આપી છે કે તેઓ આજે સાંજ સુધીમાં દરિયાકિનારે પાછા ફરે. તે જ સમયે, પૂર્વ કિનારાના રાજ્યો તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓના માછીમારોએ 26 મે સુધી દરિયામાં ન જવું જોઈએ. અમે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની અપેક્ષા રાખીએ છીએ.