શોધખોળ કરો
Advertisement
કોરોનામાં રેલીઓ કાઢતાં નેતાઓને ગુજરાત હાઇકોર્ટે શું લગાવી ફટકાર, જાણો વિગતે
હાઈકોર્ટે કહ્યું, નેતાઓ ધ્યાન નહીં રાખે તો પ્રજા જાગૃત નહીં થાય. નાના-મોટા તમામ રાજકીય નેતા, પક્ષોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ.
અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે સાંજે 24 કલાક દરમિયાન રાજ્યમાં 1364 કોરોનાના કેસ અને 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3259 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16294 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 98156 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 98 દર્દી વેન્ટીલેટર પર છે અને 16169 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,17,709 પર પહોંચી ગઈ છે.
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ દરમિયાન રાજકીય પક્ષો, નેતાઓ દ્વારા કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘનની ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરાવવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. હાઈકોર્ટે આદેશ કરતાં કોરોના પર કાબુ મેળવવા કડક પગલાં ભવા અને બેદકારી ન દાખવવા, સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાવવા આદેશ કર્યો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
હાઈકોર્ટે કહ્યું, નેતાઓ ધ્યાન નહીં રાખે તો પ્રજા જાગૃત નહીં થાય. નાના-મોટા તમામ રાજકીય નેતા, પક્ષોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. રાજકીય નેતાએ લોકો ભેગા થાય તેવા કાર્યક્રમ ગોઠવી જનતાને ગેરમાર્ગે ન દોરવી જોઈએ. નિયમોના ઉલ્લંઘનને નેતાએ પ્રોત્સાહન ન આપવું જોઈએ. નિયમો બધા માટે એક સરખા જ છે.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું, સરકારે અમદાવાદ અને સુરત પરથી દાખલો લેવાની જરૂર હતી. સરકાર પ્રો એક્ટિવ હોત તો સુરતના અનુભવ પછી રાજકોટ અને જામનગરની આ દશા ના થઈ હોત. જ્યાં કોરોના કેર વધે છે તે પછી જ સરકાર દોડે છે. પહેલાથી જ સલામતીના પગલા લેતી નથી. સરકારની ગાઈડલાઈનનું પાલન ન કરનારા મોટાભાગે શિક્ષિત લોકો જ હોય છે.
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
સરકારની ગાઈડ લાઈનનું પાલન કરો. સરકારે જે કાંઈ નિયમો જાહેર કર્યા છે તે લોકોની સુખાકારી માટે છે તેમ હાઇકોર્ટે જણાવ્યું હતું.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement