કોરોનાના વધતા કેસને લઈને ચીફ જસ્ટિસનો 10 એપ્રિલથી 14 એપ્રિલ હાઈકોર્ટ બંધ રાખવાનો નિર્ણય
ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ફરી એક વાર કોરોના વાયરસે લોકોને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું છે. હાઇકોર્ટના તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 10 એપ્રિલથી લઈને 14 એપ્રિલ સુધી એમ પાંચ દિવસ માટે હાઇકોર્ટની કામગીરી સંપૂર્ણ પણે બંધ રહશે.
ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ફરી એક વાર કોરોના વાયરસે લોકોને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં રોજના જે ચોંકાવનારા નવા કેસો સામે આવી રહ્યા છે. સવારે જ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે, લોકોનો જીવ બચે તે માટે રાજ્ય સરકાર શું કરી રહી છે ? હાલ, રાજ્યમાં નવા કેસો ખુબજ વધી રહ્યા છે જેના કારણે રાજ્યમાં હાલ લોકડાઉન અથવા કર્ફ્યુ લગાવાની ખુબજ જરૂર છે, જેથી રાજ્ય સરકારે આ મામલે પોતાની ગંભીરતા દેખાડીને કોઈ સચોટ નિર્ણય લેવો જોઈએ. અને કોરોનાનું સક્ર્મણ વધતું અટકે તે માટેના પ્રયાસોને હાથ ધરવું જોઈએ. હાઇકોર્ટના તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 10 એપ્રિલથી લઈને 14 એપ્રિલ સુધી એમ પાંચ દિવસ માટે હાઇકોર્ટની કામગીરી સંપૂર્ણ પણે બંધ રહશે.
અમદાવાદની નીચલી કોર્ટોમાં કોરોનાએ પગપેસારો કરતા વકીલ,અસીલ અને ન્યાયધીશોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. મેટ્રો કોર્ટમાં એક સામટા 19 નવા કેસો સામને આવતા કોર્ટ પરિસરમાં ભારે ભયનો માહોલ ઉભો થયો છે. એટલુંજ નહિ, હાઇકોર્ટમાં પણ કર્મચારીઓ, અધિકારીઓ અને ન્યાયધીશોને કોરોના પોઝિટિવ આવતા હાઇકોર્ટના તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 10 એપ્રિલથી લઈને 14 એપ્રિલ સુધી એમ પાંચ દિવસ માટે હાઇકોર્ટની કામગીરી સંપૂર્ણ પણે બંધ રહશે. અને તે દરમિયાન હાઇકોર્ટના તમામ વિભાગોમાં સેનિટાઇઝરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ગુજરાતમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
ગુજરાતમાં કોરોનાના કેસો (Gujarat Corona Cases) વધી રહ્યા છે અને કોરોનાના કારણે મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં ફરી લોકડાઉન (Gujarat Lockdown) લાદી દેવાશે એવી અટકળો શરૂ થઈ છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) કોરોનાની સ્થિતી ગંભીર હોવાનું અવલોકન કરીને રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું જણાવ્યું છે. હાઇકોર્ટનું અવલોકન અત્યંત ગંભીર છે અને વિજય રૂપાણી સરકાર આ અવલોકનને ધ્યાને લઈને રાજ્યમાં લોકડાઉન લાદી દેશે એવી અટકળો શરૂ થઈ છે.
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે કોરોનાની સ્થિતીની ગંભીરતા સમજીને વિજય રૂપાણી સરકારને નિર્દેશ આપ્યો છે કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છ. હાઈકોર્ટે કહ્યું કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે કોરોના સંક્રમણની ચેઇન ને તોડવી જરૂરી હોવાથી રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યુ લાદવો જોઈએ એવી હાઇકોર્ટે ટકોર કરી છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે, વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે કે જેથી કોરોનાને રોકી શકાય. હાઈકોર્ટના આ આદેશને પગલે ગુજરાતમાં લોકડાઉન લાદી દેવાશે એવી અટકળો શરૂ થઈ છે. વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર ઝડપથી નિર્ણય લે એવી પણ શક્યતા છે.
આ પહેલાં ગયા સપ્તાહે પણ ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવતાં રાજ્યમાં કોરોનાને નાથવા માટે ફરી લોકડાઉન લાદવાંમાં આવશે એવી અટકળો શરૂ થઈ હતી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના કેસો વધતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં તેવા સવાલના જવાબમાં જણાવ્યું કે, હાલમાં લોકડાઉન લાદવાની કોઈ વિચારણા નથી પણ જરૂર પડશે તો કોરોનાના કેસોને નાથવા માટેનાં આકરાં પગલાં લઈને વ્યવસ્થા વધારીશું.